હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV -રાજકોટ રાજપથ લી.દ્વારા ગત તા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.
૧. સિટી બસ (RMTS) સેવા
- જનરલ-
- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર૯૫સિટી બસ દ્વારાપરિવહન સેવાપુરી પાડવામાં આવે છે.
- સિટી બસ સેવા (RMTS)માંતા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩0/૧૦/૨૦૨૨દરમિયાન કુલ અંદાજીત ૧,૧૮,૭૦૦કિ.મી. ચાલેલ છે. તથા કુલ૮૭,૪૮૫મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
- સિટી બસમાં થયેલ કામગીરી:-
- સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનુંજરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પરટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.
- સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-
- સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ૬,૯૫૦કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીતરૂ!.૨,૪૩,૨૫૦/-ની પેનલ્ટી કરવામાં આવેલછે.
- સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.૧૦,૫૦૦/-નીપેનલ્ટી આપવામાં આવેલી છે.
- સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ૦૪(ચાર) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ.તથા ૦૨(બે)કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
- ચેકીંગ દરમિયાન કુલ ૦૧(એક) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! ૧૧૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
૨. બી.આર.ટી.એસ. બસસેવા
- જનરલ–
- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮BRTS બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે.
- બી.આર.ટી.એસ. બસ સેવામાંતા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨દરમિયાન કુલ અંદાજીત૩૧,૬૦૦કિ.મી.ચાલેલ છે. તથા કુલ ૧,૧૧,૫૩૭મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એદંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTSબસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારામુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાયછે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય,તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે.
