મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્માઓને શાંતિ માટે આજે તા. ૦૨/૧૧/૨૦૨૨ના રોજ બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૌન પાળી અને શાંતિ પ્રાર્થના કરી તેમજ ભજનીકો દ્વારા ભક્તિ ભજન કરી, દિવંગતોના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.

     આ પ્રાર્થનાસભામાં મેયરડૉ. પ્રદિપ ડવ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર,  એ.આર.સિંહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપભાઈ શુક્લ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ,  નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ વિવિધ સમિતિના ચેરમેન ઓ અને કોર્પોરેટરઓ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

Leave a Comment