રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મોવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મોવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૩ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટ તથા ખાદ્ય તેલના કુલ ૧૩ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૩ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

 ()જલારામ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૨)મુરલીધર સ્વીટ & ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)બંસીધર ડેરી -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૦૪)શ્રી ચામુંડા ડેરી ડેરી ફાર્મ (૦૫)શ્રી રામ ફરસાણ (૦૬)શ્રી નાથજી ડેરી ફાર્મ (૦૭)વૃંદાવન ડેરી ફાર્મ (૦૮)ગંગોત્રી ડેરી એન્ડ આઇસક્રીમ પાર્લર (૦૯)કનૈયા પાર્લર (૧૦)રાધે શ્યામ ડેરી ફાર્મ (૧૧)પટેલ ડેરી ફાર્મ (૧૨)કનૈયા ડેરી ફાર્મની  સ્થળ પર ચકાસણી કરેલ.

  •  ફૂડ વિભાગની ટીમ દ્વારા એજી ચોક કાલાવડ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૨ ફૂડ બિઝનેશ ઓપરેટરની લાઇસન્સ બાબતે અવેરનેસ ડ્રાઈવ કરાવામાં આવેલ.
  •    નમુનાની કામગીરી :- 
  • ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ –નીલકંઠ ડેરી ફાર્મ -રેષકોર્સ પાર્ક, દુકાન નં.૦૧, એરપોર્ટ          રોડ, રાજકોટ.  

(૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ –નવનીત ડેરી ફાર્મ -ન્યુ નહેરુ નગર મેઇન રોડ, ૮૦ ફૂટ         રોડ, રાજકોટ.

 

 

Related posts

Leave a Comment