મહુવામાં કળસાર પ્રાથમિક શાળા ખાતે લાકડાનાં રમકડાં, નાળિયેરી અને દરિયો દર્શાવતી થીમ ઉભી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર અલગ અલગ થીમ આધારિત એક મતદાન બુધ ઊભું કરવામાં આવનાર છે.

જેમાં ૯૯-મહુવા બેઠકના કળસાર પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથકમાં મહુવાની ઓળખ સમાં મહુવાના લાકડાનાં રમકડાં, નાળિયેરી અને દરિયો દર્શાવતી થીમ આધારિત મતદાન મથક બનાવવામાં આવનાર છે

આ થીમની વિશેષતા એ છે કે, મહુવાના મતદારોને પોતીકા પણાનો અહેસાસ થાય અને મતદાન કરતી વખતે મહુવાની વિશેષતા જાણવા મળે એ હેતુથી મહુવાના ઓળખ સમુ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment