હિન્દ ન્યુઝ, ભુજ
રૂ. ૧ કરોડના વિકાસકામોની મંજુરી શ્રી ત્રૈઈજાર મંદિર યાત્રાધામ પ્રવાસન તરીકે મળવાથી પ્રવાસન હબ તરીકે વિશ્વ પ્રસિધ્ધ કચ્છમાં દાદા માતંગ ધણી અને શ્રી ત્રૈઈજારના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે. સરકાર દ્વારા થનારા અને પ્રવાસન વિકાસથી માત્ર યાત્રાળુ અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ જ નહિ પરંતુ તેના વિકાસના પગલે ભવિષ્યમાં સ્થાનિકોની રોજગારીની તકો માં પણ વધારો થશે એમ વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
કચ્છ -ભુજ તાલુકાના રાયધણપર ગામ ખાતે મા કાલી, મા સરસ્વતી અને મા લક્ષ્મીજીના “શ્રી ત્રૈજાર યાત્રાધામ ખાતે “શ્રી ત્રૈઈજાર યાત્રાધામ મહોત્સવ પ્રસંગે જન સુખાકારી માટે દાદા માતંગ ધણી,મા જોગણી અને શ્રી ત્રૈજાર યાત્રાધામને માથુ ટેકવી અધ્યક્ષાએ સરકાર દ્વારા કરાતા જનસુખાકારીના વિકાસકામોની માહિતી પણ આપી હતી.
આ તકે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીલ્લા પંચાયત ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, શ્રી ત્રૈજારયાત્રા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ ધેડા, મંત્રી વાલજી ધેડા તેમજ સભ્યો અને સરપંચ ગંગાબેન હોથલ, વિવેકભાઇ રતનદાદા માતંગ, હુતારમભાઇ, દિલીપભાઇ મહેશ્વરી,પ્રકાશભાઇ તેમજ સમાજના અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓ સર્વ ઉપસ્થિત રહ્યા હતા.