રાધનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા રાધનપુરમાં રાસ-ગરબાની રમઝટ જામી

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી પૂર્ણ થયા બાદ રાત્રે શિશુમંદીરના પટાંગણમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.પરિષદના પ્રમુખ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.સી.એમ.ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં લકી ડ્રોનું પણ આયોજન થયેલ હતું, જેમાં વિજેતા ખેલૈયાઓને ઈનામના દાતા તરીકે ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો હતા.સમગ્ર કાર્યક્રમના સહયોગી દાતા તરીકે અમથાભાઈ ચૌધરી, ફરશુભાઈ ગોકલાણી, દિનેશભાઈ ઠક્કર(ભાભરવાળા), ડૉ.પ્રકાશભઈ પિંડારિયા, ભાવેશભાઈ (તુલસી પ્લાયવુડ), રાજુભાઈ વનજાની તેમજ વિજયભાઈ વનજાની હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કરીને થઈ હતી જેમાં મહિલા વિભાગમાંથી બહેનોએ આરતીની થાળીની સુંદર સજાવટ કરી “આરતીની થાળી સજાવટ” સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું.જેના નિર્ણાયક તરીકે અલકાબેન ઠક્કર,શીતલબેન તથા પ્રિતિબેને યોગદાન આપ્યું હતું અને પારદર્શક નિર્ણય આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અલ્પેશઠાકોર, ડૉ.નવીનભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.મહિલા સંયોજીકા કવિતાબેનરાવલ, બિનાબહેન, આરતીબેન, ધરતીબહેન વગેરે બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.સુરેશ ઓઝા તેમજ મેહુલ જોષીએ કર્યુ હતું. આ પ્રસંગે પરિષદના મંત્રી રાજેશભાઈ, દિલીપ પૂજારા, હિતેશ રતાણી, ડૉ.ચિરાગ રાવલ, ભરત નાડોદા, ધર્મેશ ઠક્કર, નિકેતાબેન દરજી તથા તમામ કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment