નિરંકારી ભક્તોએ ઉત્સાહ પૂર્વક કર્યું રક્તદાન

હિન્દ ન્યુઝ, બોટાદ       તા. ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ મહીસાગર જિલ્લાના વીરપુર ગામમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિશનના અને ગામના અનેક નાગરિકોએ ૧૩૦ થી વધુ યુનિટ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, મહીસાગર જિલ્લા ની બ્લડબેંકની ટીમ ઉપસ્થિત રહી હતી. આ શિબિરનું ઉદ્દઘાટન આદરણીય ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. એમને રક્તદાન શિબિર માં ભાગ લેનાર તમામ રક્તદાતાઓ નું પ્રોત્સાહન વધારી અને જન કલ્યાણ ને સમર્પિત તેમની…

Read More

ભાભર તાલુકાના દેવકાપડી ગામે હિંગળાજ માતાજી ના મંદિરે ગરબા ના આયોજન મા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ હાજરી આપી

હિન્દ ન્યુઝ, ભાભર ભાભર ના દેવકાપડી ગામે હિંગળાજ માતાજી ના મંદિરે ગરબા ની રમઝટ જામી છે ત્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ હાજરી આપી હતી જેમાં ધારાસભ્ય ગેનીબેન દ્વારા માતાજી ની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારે બાદ દેવકાપડી ના પુર્વ સરપંચ વાલાજી ઠાકોર અને ચાલુ સરપંચ પ્રવીણભાઈ દ્વારા ધારાસભ્યનુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકોને સંબોધિત કર્યા હતા ત્યારબાદ માતાજી ના ગરબા માં ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબા ની રમઝટ જમાવી હતી. રિપોર્ટર : ભાવેશ સાધુ, બનાસકાંઠા

Read More

છોટાઉદેપુર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે, અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતું. જે આધારે એચ.એચ. રાઉલજી – ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે…

Read More

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (RENEWAL) ન કરાવવા અંગે જાહેર જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૧/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (RENEWAL) ન કરાવવા બદલ કમી થનાર હોઈ સબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી (RENEWAL) કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી (RENEWAL) કરાવવા માટે વેબ પોર્ટલ www.employment.gujarat.gov.in પર JOB SEEKER LOGIN મેનુ પર ક્લિક કરી E-Mail સામેના ખાનામાં નોંધણી કાર્ડમાં દર્શાવેલ E-Mail એડ્રેસ લખવું તથા PASSWORD સામેના ખાનામાં નોંધણી કાર્ડમાં દર્શાવેલ PASSWORD FOR…

Read More

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને સપ્ટેમ્બર-૨૦૨૨ અંતિતના ઈ.આર.-૧ પત્રક તા.૩૦ ઓક્ટોબર,૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવાના રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ –બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની/ફેક્ટરી/શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને સપ્ટેમ્બર-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તા.૩૦ મી ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં વેબ સાઈટ www.employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવાના રહેશે અન્યથા કાયદાનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા તેમજ વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,…

Read More

બોટાદમાં મહિલાઓના પરિવારને આત્મનિર્ભર બનાવી રહ્યા છે સખી મંડળો અને સ્વ સહાય જુથો

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યને પ્રગતિશીલ બનાવવા માટે મહિલાઓનો સર્વાંગી વિકાસ ખુબ જ જરૂરી છે, અને આ માટે ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર રહી છે. મહિલાઓ, કિશોરીઓ, યુવતીઓ સશક્ત બને તે માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલી છે. ત્યારે આજે આપણે બોટાદ જિલ્લાના એક એવા લાભાર્થીને મળશું કે જેઓ સરકાર તરફથી મળેલી સહાયથી પગભર બન્યા છે સાથોસાથ અન્ય સખી મંડળ અને સ્વ સહાય જુથોની બહેનોને પણ આર્થિક સ્વતંત્ર બનાવી રહ્યાં છે. બોટાદ જિલ્લાના રાણપુરના વતની નરગીસબેન ચૌહાણ છેલ્લા ઘણાં વર્ષોથી સખી મંડળ ચલાવી રહ્યા છે. તેમના સખી મંડળમાં અનેક બહેનો વિવિધ વસ્તુઓ…

Read More

બોટાદ જિલ્લામાં નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં ઈતર અભ્યાસક્રમ પ્રવૃત્તિઓનાં ભાગરૂપે ચૂંટણી સબંધીત જાણકારી મુખ્ય પ્રવાહમાં લાવી ચૂંટણીમાં નવા મતદારોની સહભાગીતા વધારવાનાં ઉદ્દેશ સાથે સ્વીપ અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે નવરાત્રી દરમિયાન યુવા મતદારોને 100 ટકા મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં યુવાનોની સહભાગીતા વધે અને મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બોટાદની વિવિધ શાળા અને કોલેજોમાં નવરાત્રી આયોજનના સ્થળ પર વિદ્યાર્થીઓએ વિવિધ…

Read More

ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિ માં વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા રાધનપુર ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા નીફરજ ના ભાગરૂપે બદલી થતા વિદાય સમારંભ યોજાયો. ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિ માં સાથે સાથે રાધનપુર ખાતે આવેલ નવા ડીવાયએસપી ડી.ડી ચૌધરી ના સત્કાર સમારંભ સાથે સાથે રાધનપુર પોલીસ સ્ટેશને ના પી.આઈ તરીકે નવા નિમણૂક થયેલા સોનલબેન એફ.ચાવડા નો સત્કાર સમારંભ યોજાયો જેમાં રાધનપુર રામસેવા સમિતી અને સુરભી ગૌશાળા દ્વારા વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો. આ પ્રસંગે રાધનપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમજ રામસેવા સમિતી અને સુરભી ગૌશાળા ના ટ્રસ્ટીઓ ઊપસ્થિત રહ્યા. આ…

Read More

રાધનપુર બનાસડેરી શીતકેન્દ્ર રાધનપુર ખાતે દુધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર બનાસડેરી શીતકેન્દ્ર રાધનપુર ખાતે દુધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.રાધનપુર ખાતે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજાયો જેમાં દુધ ઉત્પાદક કરતા પશુપાલકો મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પુવૅ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ડોક્ટર દેવજીભાઈ પટેલ, લેબાજી ઠાકોર તેમજ ભાજપના આગેવાનો બીજેપી કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પુવૅ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર એ રાધનપુર વિધાનસભા ની અંદર હુ ચુંટણી લડવાનો મને પરણાવો…

Read More

રાધનપુર શેઠ કે.બી.વકીલ હાઈસ્કૂલ માં વિના મુલ્યે મેગા હેલ્થ ચેકઅપ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શેઠ કે. બી. વકીલ હાઈસ્કૂલ માં વિના મુલ્યે મેગા હેલ્થ ચેકઅપ યોજાયો. તા.02-10-2022 ને રવિવારે ક્યૂરા હોસ્પિટલ અમદાવાદ આયોજિ, રોટરી ક્લબ ઓફ રાધનપુર સદભાવના સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રામસેવા સમિતિ રાધનપુર ના સહયોગ થી રાધનપુર ની કે.બી.વકીલ હાઈસ્કૂલ ના વિના મુલ્યે મેગા હેલ્થ ચેક અપ યોજાયો હતો. જેમાં 650 જેટલાં લાભાર્થીઓ નો 20 જેટલા ડોકટરો દ્વારા ફેફસા, કિડની, હૃદય, ડાયાબિટીસ, હાડકા ની ખામી, લોહી ની ઉણપ તથા અન્ય બીમારીઓ નુ નિદાન ફ્રી માં કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More