હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. મહિલા હોકી ટીમ પૂલ A પૂલ B…
Read MoreDay: October 4, 2022
રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે.
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. તા.૫ ઓકટોબરના સવારે ૧૦ કલાકે રાપર તાલુકાના કાનમેર, સાંજે ૫ કલાકે ભચાઉ તાલુકાના નંદગામ ખાતે નશાબંધી પ્રચાર, લોકસાહિત્ય અને મિમિક્રીનો કાર્યક્રમ યોજાશે. તા.૬ ના સવારે ૯ કલાકે અંજાર તાલુકાના સાપેડામાં સરકારી માધ્યમિક શાળા ખાતે તથા સવારે ૧૧ કલાકે માધ્યમિક શાળા રતનાલ ખાતે ” નશો ન કરશો કોઇ” શીર્ષક સાથે વ્યસન મુક્તિ નાટક યોજાશે. તા.૭ના સવારે ૧૦ કલાકે આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ ખાતે વ્યસનની નકારાત્મક અસરો…
Read More૫ ઓકટોબરથી અંજાર વીર બાળક સ્મારક જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે
હિન્દ ન્યુઝ, ભુજ અંજાર ખાતે નિર્માણ પામેલા વીર બાળક સ્મારકમાં હાલમાં ચાલી રહેલા તહેવારોની ઋતુને ધ્યાને લઇ, મ્યુઝિયમના પ્રવેશ શુલ્ક અને પાર્કીંગ ટીકીટ નવી સૂચના પ્રસિધ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ઉઘરાવવામાં નહીં આવે. વીર બાળક સ્મારકની જાહેર જનતા તા.૦૫ ઓકટોબરથી મુલાકાત લઇ શકશે. સોમવાર સિવાય તમામ દિવસોના સ્મારકનો સમય સવારના ૧૦ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી રહેશે. મ્યુઝિયમનો સમય સવારના ૧૦ થી સાંજે ૬.૩૦ કલાક સુધી તથા સોમવારે બંધ રહેશે તેવું ડિઝાસ્ટર શાખાની યાદીમાં જણાવાયું છે.
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ – ગાંધીનગરના માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી . વર્ગ – ૧/૨ તથા વર્ગ-૩ ના ફ્રી કોચિંગ ક્લાસનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ –ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી વીડીયો કોર્ષ કોચિંગ ક્લાસનો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, રૈયા રોડ, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ તથા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઇબ્રેરી, જીલ્લા ગાર્ડન ખાતે આજથી શુભ પ્રારભ કરવામાં આવ્યો છે. આ ફ્રી વીડીયો કોર્ષમા ઉપરોક્ત ત્રણેય લાઇબ્રેરીઓના સ્થળે જી.પી.એસ.સી. વર્ગ- ૧/૨ નાં પ્રથમ ૧૮૭ વિધાર્થીઓને તથા વર્ગ – ૩ નાં મેરિટ લીસ્ટ મુજબના પ્રથમ ૧૮૭ વિધાર્થીઓ મળી કુલ ૩૭૪ વિધાર્થીઓને છ મહિના સુધી દરરોજ બે કલાક વિવિધ વિષયોના વીડીયો કોર્ષના માધ્યમથી કોચીંગ…
Read Moreરાધનપુર બંધવડ ગામની મહિલા એ ઝેરી દવા પી લેતા રાધનપુર હોસ્પિટલ ખસેડાઈ,રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના બંધવડ ગામ ખાતે બંધવડ ગામની મહિલા એ ઝેરી દવા પીધી, રાધનપુર હોસ્પિટલ ખસેડાઈ મહિલા ઝેરી જંતુનાશક દવા પી લેતા હાલ રાધનપુર સામવેદ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ, ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકીઓ આપી પરિવારજનો નો આક્ષેપ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ રાધનપુર તાલુકા ના બંધવડ ગામ ના ફરિયાદી દાડમબેન અરજણભાઇ વાઘાભાઈ એ વધુ માં જણાવ્યું હતું કે આ ઈશમો ગેરકાયદે મંડળી રચી ઘરે આવી અમારી સાથે ઝગડો કેમ કરો છો તેમ કહી હવેથી તમને જાનથી મારી નાખવાના છે તેવી ધમકીઓ આપી ફરી સાહેદ ને ડરાવી…
Read Moreરાજુલા શહેરમાં આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજુલા રાજુલા શહેરમાં આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલય ખાતે નવરાત્રી પર્વની આગવી ઉજવણી કરવામાં આવી હતી અને માં અંબા માતાજીની આરતી કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કલાકાર ઉર્વશીબેન બારોટ સહીત કલાકારો દ્વારા ગરબાઓ ગાઈને સૌ વિધાર્થીઓને આનંદ કરાવ્યો હતો અને ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ શાળા સ્ટાફ દ્વારા રાસ-ગરબા રમી જુમી ઉઠ્યા હતા અને ખુબજ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો, સુંદર ગરબા રમનાર વિધાર્થીઓમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા તેમજ શાળાના શિક્ષકોમા પણ બે નંબર આપ્યા હતા. જેમાં નિર્ણાયક તરીકે આકાશભાઈ ગોસ્વામી સહીત તેમની…
Read Moreરાજકોટ રાજપથ લી. દ્વારા તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૨/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૨/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા જનરલ- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૨/૧૦/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૭,૯૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૯૪,૯૯૬ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી…
Read Moreદબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૮/૦૯/૨૦૨૨ થી ૦૩/૧૦/૨૦૨૨ ની શહેરમાં કરેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૮/૦૯/૨૦૨૨ થી ૦૩/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૮૨ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક,ડેપ્યુટી મેયર ચોક, નાનામવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૮૧ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ડેરી પ્રોડક્ટ, ફરસાણ તથા ખાદ્ય તેલના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૧ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧)અનમોલ ફરસાણ -સ્થળ :-હૂડકો ક્વાટર્સ પાસે,…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ડૉ. પ્રદિપ ડવનાં વરદ હસ્તે “કલરવ ઘોડિયાઘર” ખુલ્લું મુક્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ માતાજીના આઠમા નોરતે તારીખ તા. ૦૩-૧૦-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપા, લિકાની મધ્યસ્થ ઝોન કચેરી ખાતે મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓના નાના ભૂલકાઓ માટે “કલરવ ઘોડિયાઘર” માન. મેયર ડો.પ્રદીપ ડવના વરદ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, સિટી એન્જીનીયર કોટક, ડેપ્યુટી એન્જિનિયર પટેલિયા તથા મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે કે જેનામાં બાળકો નાના હોય અને ઘરે એકલા ન રહી શકતા હોય તેવા મહિલા કર્મચારીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે બાળકો રહી શકે અને…
Read More