રાધનપુર બંધવડ ગામની મહિલા એ ઝેરી દવા પી લેતા રાધનપુર હોસ્પિટલ ખસેડાઈ,રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના બંધવડ ગામ ખાતે બંધવડ ગામની મહિલા એ ઝેરી દવા પીધી, રાધનપુર હોસ્પિટલ ખસેડાઈ મહિલા ઝેરી જંતુનાશક દવા પી લેતા હાલ રાધનપુર સામવેદ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ, ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકીઓ આપી પરિવારજનો નો આક્ષેપ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ

રાધનપુર તાલુકા ના બંધવડ ગામ ના ફરિયાદી દાડમબેન અરજણભાઇ વાઘાભાઈ એ વધુ માં જણાવ્યું હતું કે આ ઈશમો ગેરકાયદે મંડળી રચી ઘરે આવી અમારી સાથે ઝગડો કેમ કરો છો તેમ કહી હવેથી તમને જાનથી મારી નાખવાના છે તેવી ધમકીઓ આપી ફરી સાહેદ ને ડરાવી ધમકાવી જતા રહેલ ત્યારબાદ 4 ઈસમો ફરિયાદી સાહેદ ને ડરાવતા હોઈ જેથી મમતા બહેન એ આરોપીના ડરના કારણે પોતાના ઘર માં પડેલ બીટી કપાસ માં નાખવાની ઝેરી જંતુનાશક દવા ગટગટાવી ગયેલ. જે હાલમાં મમતા બહેન રાધનપુર સામવેદ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. વધુ માં પરિવારજનો એ જણાવ્યું હતું કે રહે બંધવડ તાલુકો રાધનપુર જલારામ મંદિર પાછળ આવેલ ખેતર માં બનાવેલ ઘરે હાજર હતા. તે દરમ્યાન સવારના 9:00 વાગ્યાં આસપાસ તેમના ગામના ઠાકોર મુકેશ ભાવસંગભાઇ, ઠાકોર પથુભાઈ રઘુભાઇ, અશોકભાઈ રણછોડભાઇ ઠાકોર તથા બોડાભાઈ સદાભાઇ તથા ભાવસંગ ભાઇ ચેહરાજી ઠાકોર અને પારસભાઇ રઘુભાઇ ઠાકોર તથા સોમીબેન રઘુભાઇ રહે તમામ બંધવડ અમારા ઘરે આવેલ અને એ દરમ્યાન ત્રણેય માં દીકરી ઘરે હાજર હોઈ અમોને કહેવા લાગેલ કે તમે અમારી સાથે ઝગડા કરો છો જેથી તમને બધાને જાનથી મારી નાખવાના છે. ક્યાં ગયા અરજનભાઇ અને ભરત બહાર કાઢો તેમને આજે પતાવી દેવાના છે અને આ તારી દીકરી મમતા ને તો ઉપાડી જવાની છે જેમ રાખવી હોઈ તેમ રાખજે તેવી ધમકીઓ આપી જતા રહેલ જે પછી બીકના મારી દીકરી ખુબજ રડવા લાગેલી અને દીકરી મનીષા આ વાત થી લઈને ડરી ગયેલા અને મુકેશભાઇ ભાવસંગ ભાઇ ઠાકોર તથા બોડાભાઈ ભાવસંગ ભાઇ, પથુભાઈ રઘુભાઇ ઠાકોર, અશોકભાઈ રણછોડભાઇ ઠાકોર એ દીવસ દરમ્યાન મોટરસાયકલ લઇ ઘર નજીક નીકળી અમોને ડરાવતા હતા તે દરમિયાન દીકરી મમતા બહેન આ વાત ને લઈને ખુબજ ડરી ગયેલ હોઈ ઘર ની પાછળ પડેલ બીટી કપાસ માં નાખવાની જંતુનાશક દવા પી ગયેલ અને અચાનક ઉલ્ટીઓ કરવા લાગતા હું મારી દીકરી મનીષા દોડીને ગયેલ અને જોયું તો આ દીકરી મમતા એ દવા પીધેલી હતી જેથી અમો બુમાબુમ કરતા નજીકમાંથી મારાં જેઠ નો દીકરો જેસંગભાઇ આવી ગયેલ અને તરત 108 એમ્બ્યુલન્સ વાન ને ફોન કરી બોલાવી જે હાલ રાધનપુર સામવેદ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જે અર્ધ બેભાન હાલત માં ICU સારવાર હેઠળ દાખલ છે. તેવું પરિવારજનો એ જણાવ્યું હતું. તેમજ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે પોલીસ એ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ , રાધનપુર

Related posts

Leave a Comment