રાજુલા શહેરમાં આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજુલા

રાજુલા શહેરમાં આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલય ખાતે નવરાત્રી પર્વની આગવી ઉજવણી કરવામાં આવી હતી અને માં અંબા માતાજીની આરતી કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કલાકાર ઉર્વશીબેન બારોટ સહીત કલાકારો દ્વારા ગરબાઓ ગાઈને સૌ વિધાર્થીઓને આનંદ કરાવ્યો હતો અને ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ શાળા સ્ટાફ દ્વારા રાસ-ગરબા રમી જુમી ઉઠ્યા હતા અને ખુબજ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો, સુંદર ગરબા રમનાર વિધાર્થીઓમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા તેમજ શાળાના શિક્ષકોમા પણ બે નંબર આપ્યા હતા.

જેમાં નિર્ણાયક તરીકે આકાશભાઈ ગોસ્વામી સહીત તેમની સાંઈનાથ ગરબા કલાસીસ ટીમ દ્વારા નંબર આપવામાં આવ્યા અને તમામ વિધાર્થીઓ તેમજ શિક્ષકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓ સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અલગ અલગ સ્ટેપ સાથે ગરબે ઘૂમવા લાગ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું અને મહેમાનોના વરદ હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, શાળા ટ્રસ્ટીઓ તેમજ ભરતભાઈ ખુમાણ, પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુંદર મજાનું આયોજન કાન્હા વિશ્વ વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા

Related posts

Leave a Comment