ભાદરવો ભરપૂર દિયોદર માં મુશળધાર વરસાદ અનેક વિસ્તાર પાણી માં ગરકાવ

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા માં સતત બે દિવસ થી ભારે વરસાદ પડ્યો છે જેમાં જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં પણ બે દિવસ માં મુશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર માં પાણી ભરાયા છે. દિયોદર છેલ્લા 24 કલાક થી મેઘરાજા મનમૂકી ને વરસી રહા છે જેમાં અનરાધાર વરસાદ પડતાં દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર, જુના બસ સ્ટેશન, માધવ પાર્ક સોસાયટી, આયોધ્યા નગર, અંબિકા નગર ,રેલવે સ્ટેશન વિસ્તાર જુના માર્કેટ યાર્ડ, પ્રગતિનગર સોસાયટી, રામપીર મંદિર પાસે જેવા અનેક વિસ્તાર માં વરસાદી પાણી નો ભરાવો થયો હતો જો કે છેલ્લા 18 કલાક સુધી સરેરાશ સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જેમાં ગ્રામીણ વિસ્તાર માં પણ અનરાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં લુદ્રા, જાડા, ભેસાણા, રાટીલા, નવા , સણાદર, પાલડી જેવા ગામો માં પણ વરસાદ મનમૂકી ને વરસ્યો હતો. મુશળધાર વરસાદ ના કારણે અનેક વિસ્તાર માં પાણી ભરાયા છે જેમાં દિયોદર પશુ દવાખાના પાસે બાણેશ્વરી માતાજી ના મંદિર ના પાછળ ના ભાગે એકાએક અજગર જેવું પાણી દેખાતા લોકો માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો વરસાદ ના કારણે પાણી માં રહેતા જીવ જંતુ ઓ બહાર આવી રહા છે ત્યારે અજગર જેવો 3 ફૂટ જેટલું એક પ્રાણી દેખાતા લોકો જોવા માટે એકઠા થયા હતા જેમાં અજગર શહેરી વિસ્તાર માં જોવા મળતા લોકો માં ફફડાટ ફેલાયો હતો. ભારે વરસાદ ના કારણે દિયોદર પોલીસ સ્ટેશન પાસે વરસાદી પાણી નો ભરાવો થયો હતો જેમાં સ્વામી નારાયણ મંદિર પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર આગળ વરસાદી પાણી ભરાતા આંગણવાડી નો ગેટ તેમજ આગળ નો ભાગ પાણી માં ગરકાવ થયો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment