તાલુકા જિલ્લા માં ગૌચર પર દબાણ મુદ્દે ગોપાલ સેવા સંગઠન દ્વારા મામલદાર ને આવેદન

કાંકરેજ ,

જમીનો પર ખૂબ મોટા પ્રમાણ માં દબાણ કરવામાં આવેલ છે એના લીધે પશુપાલકો ની હાલત કફોડી બની છે ગૌ હત્યા અને ગૌ તસ્કરી માં વધારો થયો છે. દબાણ દૂર કરવા માટે સમગ્ર માલધારી સમાજ દ્વારા ગુજરાત માં અવાજ ઉઠી રહ્યો છે અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા રાજ્ય ના દરેક જિલ્લા તાલુકા માં આજે ગૌચર મુદ્દે આવેદન આપવામાં આવ્યા એવી જ રીતે બનાસકાંઠા કાંકરેજ તાલુકા કાર્યરત ગોપાલ સેવા સંગઠન કાંકરેજ દ્વારા અને સહયોગ માં સદભાવના ગ્રુપ શિહોરી. વાદળી ગૌ હોસ્પિટલ કાર્યકારી ગણ. ગૌ રક્ષકો ગૌ પ્રેમી જનતા દ્વારા મામલદારને આવેદન થકી ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ મુદ્દે સરકાર ગંભીર વલણ દાખવે. સરકાર યોગ્ય નિર્ણય નહીં રજૂ કરે તો આવેલ પશુપાલકો ગૌ ભક્તો અને સંગઠનના યુવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાત થઈ.

રિપોર્ટર : કનુજી ઠાકોર, ‌કાંકરેજ

Related posts

Leave a Comment