રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ     

 નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ  થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ડેરી પ્રોડક્ટ, ફરસાણ તથા ખાદ્ય તેલના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૧ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

  (૧)અનમોલ ફરસાણ -સ્થળ :-હૂડકો ક્વાટર્સ પાસે, કોઠારીયા મેઇન રોડ – સ્થળ પર સંગ્રહ કરેલ ૫ kg વાસી બરફીનો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ (૨)ભાગ્યોદય રેસ્ટોરન્ટ (૩)નકલંક ડેરી ફાર્મ (૪)સત્યમ ડેરી ફાર્મ (૦૫)ઘનશ્યામ પેંડાવાળા (૦૬)રાજકોટ ચેવડાવાળા (૦૭)દિલિપ ડેરી ફાર્મ (૦૮)સંતોષ ડેરી ફાર્મ (૦૯)મુરલીધર ફરસાણ (૧૦)રઘુવંશી જનતા તાવડો (૧૧)ધારા ફરસાણ (૧૨)શ્રધ્ધા નમકીન (૧૩)ગેલમાં ડેરી ફાર્મ (૧૪)મુરલીધર ફરસાણ (૧૫)વરિયા ફરસાણ (૧૬)રમેતી જલેબીની  સ્થળ પર ચકાસણી કરેલ.

       ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગીતાનગર મેઇન રોડ, સહકાર મેઇન રોડ, નારાયણનગર મેઇન રોડ વિસ્તારમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

 (૧)બાલાજી ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ (૨)જયસિયારામ ફરસાણ (૩)રાધે શ્યામ ડેરી ફાર્મ (૪)જલિયાણ ફરસાણ (૦૫)શિવ શક્તિ ફરસાણ (૦૬)ઉમિયાજી ફરસાણ (૦૭)ગાયત્રી ફરસાણ (૦૮)બલરામ ડેરી ફાર્મ (૦૯)જયસિયારામ ફરસાણ (૧૦)તુલશી ડેરી ફાર્મની  સ્થળ પર ચકાસણી કરેલ.

Related posts

Leave a Comment