રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે.

હિન્દ ન્યુઝ, ભુજ

        રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે.

        તા.૫ ઓકટોબરના  સવારે ૧૦ કલાકે રાપર તાલુકાના કાનમેર, સાંજે ૫ કલાકે ભચાઉ તાલુકાના નંદગામ ખાતે નશાબંધી પ્રચારલોકસાહિત્ય અને મિમિક્રીનો કાર્યક્રમ યોજાશે. તા.૬ ના સવારે ૯ કલાકે અંજાર તાલુકાના સાપેડામાં સરકારી માધ્યમિક શાળા ખાતે તથા સવારે ૧૧ કલાકે માધ્યમિક શાળા રતનાલ ખાતે ” નશો ન કરશો કોઇ” શીર્ષક સાથે વ્યસન મુક્તિ નાટક યોજાશે.  તા.૭ના સવારે ૧૦ કલાકે આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ ખાતે વ્યસનની નકારાત્મક અસરો અંગે નિબંધ સ્પર્ધા તથા સવારે ૧૧ કલાકે મુંદરા તાલુકાના લુણંગધામ ખાતે નશાબંધી વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવશે. તા.૮ના સવારે ૯ કલાકે એમ.એસ.વી હાઇસ્કૂલ માધાપર ખાતે નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ, વકતૃત્વ સ્પર્ધા, દારૂનાં દૈત્યનું દહન કાર્યક્રમ યોજાશે એવું નશાબંધી અને આબકારી ભુજ કચેરીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment