હિન્દ ન્યુઝ, ગીર-સોમનથ
ગીર સોમનથ જિલ્લા મહિલા બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી કચેરી દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય શિબીરનું આયોજન શ્રીમણીબેન કોટક સ્કુલ વેરાવળ ખાતે કરવામાં આવ્યુ હતું.
જેમાં વીદ્યાર્થીનીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧,પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અને બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે માહિતી આપવા આવી.સાથે જ વિવિધ યોજનાકીય માહિતી સાથે પેમ્પ્લેટ તેમજ બેગ વિતરણ કરવામાં આવ્યું. આ શિબિરમાં શિક્ષક સિરોદરિયા મેહુલભાઇ, મેઘનાથી નલિનભાઇ, બારડ લતાબેન તેમજ વિદ્યાર્થીનીઓ, 181 મહિલા અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેંટર સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેંટર કાઉન્સેલર, તેમજ ડીસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સ્ટાફ ઉપસ્થીત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષક કલ્પેશભાઇ કારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.