સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સિહોર આઇ.ટી.આઇ. ખાતે પોક્સો એક્ટ અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ એન.જી.ઓ. ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સિહોર આઇ.ટી.આઇ. ખાતે દ્વારા “પોકસો એક્ટ” અંગે માહિતી અને માર્ગદર્શન એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સિહોરના ચેરમેન એસ.કે. વ્યાસના આદેશને લઈ તેમજ સેક્રેટરી યશપાલસિંહ ગોહિલ, કશ્યપભાઈ બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સિહોર કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. સિનિયર મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા અને રાજેશભાઈ આચાર્ય દ્વારા “પોકસો એક્ટ” અંગે આ સેમિનારમાં વિશદ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.…

Read More

ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં જરૂરીયાતમંદ લોકો સુધી સહાય પહોંચે તે માટે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને લોકોના ઘરમાં આર્થિક ઉજાસ ફેલાવવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના ઘરમાં સુખનો સૂરજ ઉગ્યો છે. અનેક લોકો ગરીબ કલ્યાણ મેળાથી મેળાથી મળેલ સહાયને સથવારે પગભર થયાં છે. ભાવનગર ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાઇન ડિપાર્ટમેન્ટ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે આયોજન અને થયેલ કામગીરીની સમીક્ષા માટે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજ્યભરમાં યોજાઇ રહેલાં…

Read More

વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય આજે કચ્છમાં

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય તા.૧૫/૧૦/૨૦૨૨ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૧૫/૧૦/૨૦૨૨ના સવારે ૮ કલાકે શ્રી પુંઅરેશ્વર મહાદેવ મંદિર (તા.નખત્રાણા) મધ્યે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત પુરાતત્વ અને સંગ્રહાલય હસ્તકના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મંજુલ ખાતે આવેલ આવેલ રાજય રક્ષિત સ્મારક પુંઅરેશ્વર મંદિરના પુરારક્ષણની કામગીરીના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સવારે ૯ કલાકે ટાઉનહોલ, ભુજ મધ્યે પંચાયત ગ્રામગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. સાંજે…

Read More

નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની લેખિત પરીક્ષા અન્વયે બોટાદના પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પ્રજા જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી તા.૧૬-૧૦-૨૦૨૨ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા બોટાદ શહેરમાં કુલ-૧૩ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે જાહેર હિતમાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશભાઈ પરમારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ર જો)ની કલમ-૧૪૪થી મળેલા અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આગામી તા.૧૬/૧૦/૨૦૨૨ના…

Read More

જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ અંગે જાહેર જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ ધો.૧ થી ૫ અને ધો.૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકાર દ્વારા મંજુર થયેલ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવી છે. જેમાં ઉમેદવારોના અરજીપત્રો બોટાદ જિલ્લાકક્ષાએ લેવાના થાય છે. જેમાં જિલ્લા સ્વીકાર કેન્દ્ર (રિસીવિંગ સેન્ટર) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, એ-વિંગ બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ ખાતે રાખવામાં આવેલ છે. રીસીવીંગ સેન્ટરનો ફોન નં.૯૪૨૬૫૫૦૯૦૫ છે. વધુમાં આ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સ્વીકાર કેન્દ્ર ઉપર મેન્યુઅલ…

Read More

વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ માટેની કાર્યવાહીની સમીક્ષા કરતાં બોટાદના કલેક્ટર બી.એ.શાહ

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ માટેની કાર્યવાહીની સમીક્ષા માટે બોટાદના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અંધિકારી બી.એ. શાહના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની કચેરીમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ડેપ્યૂટી કલેક્ટર, સર્વે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે ગઢડા અને બરવાળા તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારએ દ્વારા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા તાલુકામાં અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકાકક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત સ્થળે ૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર નવેમ્બર માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા,…

Read More

જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આજે બોટાદમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીની ઉપસ્થિતિમાં આજે જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવશે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

કચ્છના નવનિયુકત કલેકટર તરીકે દિલીપકુમાર રાણાએ કાર્યભાર સંભાળ્યો

હિન્દ ન્યુઝ, કચ્છ        કચ્છના નવનિયુકત કલેકટર દિલીપકુમાર રાણાએ આજથી પોતાના હોદાનો કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ વર્ષ ૨૦૦૭ની બેચના આઇએએસ અધિકારી છે અને મુળ ગુજરાત રાજ્યના બનાસકાંઠાના વતની છે અને B.E(chemicals), M.P.P( Master in public policy ) , GNOU ની ડીગ્રી ધરાવે છે.         કચ્છ કલેકટર તરીકે નિમણુંક પામેલા દિલીપકુમાર રાણાએ આ પહેલા ગુજરાત ટ્રાઇબલ ડેવલોપમેન્ટ ર્કોપોરેશનના ડાયરેકટર તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ આણંદ, બનાસકાંઠા, અમરેલીના જિલ્લા સમાહર્તા તરીકે કામગીરી ફરજ બજાવી ચુક્યા છે.         તેઓએ કચ્છ જિલ્લાનો કાર્યભાર સંભાળતા કચ્છમાં તેમની ફરજ દરમિયાનની પ્રાથમિકતા જણાવતા કહ્યું હતું કે,…

Read More

હારિજ તાલુકાના ખાખલ ગામ નજીકથી મળી આવ્યો મૃતદેહ

હિન્દ ન્યુઝ, રાધનપુર – સિનાડ રોડા ગામ વચ્ચે કોહવાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ – મઘાપુરા ગામના પરભુ ઠાકોર નામનો આધેડ નો મળ્યો મૃતદેહ – આધેડ ની હત્યા કરી ફેંકી દીધી હોવાની આસંકા – રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ પહેલા આપી હતી ગુમ થયા ના અરજી – હારિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી – બોડીને પી એમ અર્થે હારિજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More