હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીની ઉપસ્થિતિમાં આજે જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ