કચ્છના નવનિયુકત કલેકટર તરીકે દિલીપકુમાર રાણાએ કાર્યભાર સંભાળ્યો

હિન્દ ન્યુઝ, કચ્છ

       કચ્છના નવનિયુકત કલેકટર દિલીપકુમાર રાણાએ આજથી પોતાના હોદાનો કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ વર્ષ ૨૦૦૭ની બેચના આઇએએસ અધિકારી છે અને મુળ ગુજરાત રાજ્યના બનાસકાંઠાના વતની છે અને B.E(chemicals), M.P.P( Master in public policy ) , GNOU ની ડીગ્રી ધરાવે છે.

        કચ્છ કલેકટર તરીકે નિમણુંક પામેલા દિલીપકુમાર રાણાએ આ પહેલા ગુજરાત ટ્રાઇબલ ડેવલોપમેન્ટ ર્કોપોરેશનના ડાયરેકટર તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ આણંદ, બનાસકાંઠા, અમરેલીના જિલ્લા સમાહર્તા તરીકે કામગીરી ફરજ બજાવી ચુક્યા છે.

        તેઓએ કચ્છ જિલ્લાનો કાર્યભાર સંભાળતા કચ્છમાં તેમની ફરજ દરમિયાનની પ્રાથમિકતા જણાવતા કહ્યું હતું કે, કચ્છ કુદરતી વિવિધતા તથા લોકસંસ્કૃતિથી ભરેલો સુંદર અને ભાતીગળ પ્રદેશ છે, અહીંના લોકોની સુખાકારીમાં વધારો થાય તે મારી પ્રાથમિકતા હશે. લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવે અને ઝડપી અને સરળતાથી કામગીરી થાય તે મારી ફરજ રહેશે. કચ્છમાં ટુરીઝમ વધ્યું છે ત્યારે રણોત્સવનું આયોજન સુંદર રીતે થાય અને પ્રવાસીઓને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું વહીવટીતંત્ર તરફથી પુરતું ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ આવનારી ચૂંટણી સુચારૂ રીતે યોજાય તેવા અમારા પ્રયાસો રહેશે.

Related posts

Leave a Comment