નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની લેખિત પરીક્ષા અન્વયે બોટાદના પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પ્રજા જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ

આગામી તા.૧૬-૧૦-૨૦૨૨ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા બોટાદ શહેરમાં કુલ-૧૩ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે જાહેર હિતમાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશભાઈ પરમારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ર જો)ની કલમ-૧૪૪થી મળેલા અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આગામી તા.૧૬/૧૦/૨૦૨૨ના રોજ નાયબ સેકશન અધિકારી વર્ગ-૩ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષાનો સમય સવારે ૧૧ કલાકથી બપોરે ૧૩ કલાક (કુલ સમય ૨ કલાક) દરમિયાન બોટાદ શહેરના ફુલ-૧૩ પરીક્ષા કેન્દ્રો ઉપર નીચે મુજબના પ્રતિબંધો ફરમાવ્યા છે.

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.

જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ(સને૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment