વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ માટેની કાર્યવાહીની સમીક્ષા કરતાં બોટાદના કલેક્ટર બી.એ.શાહ

હિન્દ ન્યુઝ, બોટાદ

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ માટેની કાર્યવાહીની સમીક્ષા માટે બોટાદના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અંધિકારી બી.એ. શાહના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની કચેરીમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ડેપ્યૂટી કલેક્ટર, સર્વે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment