બોટાદમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવા સરકારી માધ્યમિક શાળામાં “ચાલો મતદાન કરીએ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાનલક્ષી જાગૃતિ કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાન, મતદાનનું મહત્વ અને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી રહી છે. બોટાદમાં ભગવાનપરા ખાતે સરકારી માધ્યમિક શાળા “ચાલો મતદાન કરીએ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં લોકો સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત માધ્યમિક શાળાના…

Read More

બોટાદના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે આજે “વિશ્વાસથી વિકાસયાત્રા” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૧ મી ઓક્ટોબર, ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બોટાદના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત જિલ્લાકક્ષાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર તરફથી આગામી તા.૨૧ મી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે બોટાદ વાસીઓને “વિશ્વાસથી વિકાસયાત્રા” અન્વયે રૂ.૮.૯૯૫ કરોડની રકમનાં જનહિતલક્ષી પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ મળશે જેમાં ૯ ખાતમુહૂર્ત અને ૧…

Read More

સાયકલ મારી સરરર જાય, ટ્રીન-ટ્રીન ટોકરી વગાડતી જાય

હિન્દ ન્યુઝ, બોટાદ “શાળાથી મારું ઘર પાંચ કીમી દુર છે, જેથી મારે શાળાએ પહોંચવામાં ખૂબ તકલીફો થતી, ઘણીવાર ઓટોરિક્ષા ન મળવાને કારણે ચાલીને આવવું પડતું જેથી હું શાળાએ સમયસર પહોંચી ન શકતી પરંતુ હવે સરસ્વતી સાધના યોજના હેઠળ મને સરકાર તરફથી સાયકલ મળવાને કારણે હું સમયસર શાળાએ પહોંચી શકીશ, અને મારા અભ્યાસનો સમય પણ નહિં બગડે આ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, આ સાયકલ મળવાથી હું ખૂબ ખુશ છું.” આ આનંદ, ઉમંગ અને ઉત્સાહથી છલકાતાં શબ્દો છે બોટાદની ધોરણ-9ની વિદ્યાર્થીની નિરાલી મારુનાં. તાજેતરમાં જ સરકાર દ્વારા સરસ્વતી…

Read More

પશુપાલકો માટેની સાઈલોપીટ બાંધકામ યુનિટ બનાવવા માટેની યોજના જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ પશુ ચિકિત્સા અધિકારીશ્રીની કચેરી,પશુ દવાખાના રાણપુર (૦૨૭૧૧-૨૩૮૧૪૪) દ્વારા રાણપુર તાલુકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો ચાંદરવા, મોટી વાવડી, જાળીયા, સંદરીયાણા, વેજલકા, ચારણકી, ગુંદા, બગડ, ખસ, બોડીયા તા. રાણપુરના ગામોના પશુપાલકોને NMSA યોજના અંતર્ગત જમીન ધરાવતા અને ઓછામાં ઓછા પાંચ દુધાળા પશુ ધરાવતા પશુ પાલકો માટે સાઈલોપીટ બાંધકામ યુનિટ બનાવવા માટેની સહાયકારી યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ઉપર મુજબના ગામોના પશુપાલકોએ ૧૦ દિવસમાં ઓફિસના સમય દરમિયાન સવારના ૮:૦૦ થી ૧૨:૦૦ અને બપોર બાદ ૩:૦૦ થી ૫:૩૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ફોર્મ પશુ દવાખાના…

Read More

આયુષ્માન કાર્ડ -૨૦૨૨  અમે ગરીબ માણસ ક્યાં જઈએ -લાભાર્થી પૂજાભાઈ સુમરાભાઇ જેપાર

હિન્દ ન્યુઝ, ભુજ                 “અમે ગરીબ માણસ ક્યાં જઈએ બેન…!  જો સરકારે આ કાર્ડ  ના આપ્યું હોત તો અમારું શું થાત ? ! બીમારી ક્યાં કોઈને પૂછીને આવે છે બસ એ તો આવે છે…..” આ શબ્દો છે આયુષ્માન કાર્ડના લાભાર્થી પૂજાભાઈના….           ભુજ તાલુકાના નાગોર ગામના રાયધણપરના નિવાસી એવા તેઓ વધુમાં જણાવે છે કે,” આ દિવાળી એક વરસ અને ત્રણ મહિના થશે એ પહેલા અમને આ કાર્ડ મળેલું મારો નાનકો છોકરો ભુજથી સરકારી દવાખાનેથી લઈ આવેલો  તે અમારા જેવા ગરીબ માણસને આ મોટો ટેકો છે.         પૂજા ભાઈના ધર્મપત્ની જણાવે છે કે,” અમે…

Read More