બોટાદમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવા સરકારી માધ્યમિક શાળામાં “ચાલો મતદાન કરીએ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાનલક્ષી જાગૃતિ કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાન, મતદાનનું મહત્વ અને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી રહી છે. બોટાદમાં ભગવાનપરા ખાતે સરકારી માધ્યમિક શાળા “ચાલો મતદાન કરીએ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં લોકો સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા “ચાલો મતદાન કરીએ” વિષય પર “રંગોળી સ્પર્ધા”નું આયોજન કરાયું હતું. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાર જાગૃતિ અંગે ખુબ સુંદર રંગોળીઓ દોરવામાં આવી હતી. શ્રેષ્ઠ રંગોળી દોરનાર ત્રણ વિદ્યાર્થિનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment