દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ  

       દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ભગવતી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મસાલા, બેકરી પ્રોડક્ટ તથા પ્રિપેર્ડ ફૂડના કુલ ૧૦ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૮ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

       ()સદગુરુ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ તથા ચેકિંગ દરમિયાન સ્થળ પર એક્સપાયરી થયેલ ચાના  ૧૫૦ gm ના ૮ પેકેટનો નાશ કરવામાં આવેલ  (૦૨)જય બાલાજી ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)રામનાથ ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૪)ઝમઝમ બેકરી -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)શ્રી ખોડિયાર અમુલ પાર્લર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)મોમાઈ પ્રોવિઝન સ્ટોર – લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)ક્રીશ્ના પ્રોવિઝન સ્ટોર – લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)ન્યુ ચામુંડા ફરસાણ – લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  તથા (૦૯)મહાકાળી ફરસાણ (૧૦)શિવ ચાઇનીઝ & પંજાબી (૧૧)સ્વામિનારણ ડેરી ફાર્મ (૧૨)કાદરી કેટરર્સ (૧૩)ન્યુ કિસ્મત અમદાવાદી તવા (૧૪)ખોડિયાર ડેરી ફાર્મ (૧૫)જીલાની જનરલ સ્ટોરની  સ્થળ પર ચકાસણી કરેલ.

·                                

Related posts

Leave a Comment