પશુપાલકો માટેની સાઈલોપીટ બાંધકામ યુનિટ બનાવવા માટેની યોજના જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ

પશુ ચિકિત્સા અધિકારીશ્રીની કચેરી,પશુ દવાખાના રાણપુર (૦૨૭૧૧-૨૩૮૧૪૪) દ્વારા રાણપુર તાલુકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો ચાંદરવા, મોટી વાવડી, જાળીયા, સંદરીયાણા, વેજલકા, ચારણકી, ગુંદા, બગડ, ખસ, બોડીયા તા. રાણપુરના ગામોના પશુપાલકોને NMSA યોજના અંતર્ગત જમીન ધરાવતા અને ઓછામાં ઓછા પાંચ દુધાળા પશુ ધરાવતા પશુ પાલકો માટે સાઈલોપીટ બાંધકામ યુનિટ બનાવવા માટેની સહાયકારી યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ઉપર મુજબના ગામોના પશુપાલકોએ ૧૦ દિવસમાં ઓફિસના સમય દરમિયાન સવારના ૮:૦૦ થી ૧૨:૦૦ અને બપોર બાદ ૩:૦૦ થી ૫:૩૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ફોર્મ પશુ દવાખાના રાણપુર, ધારપીપળા રોડ, તાલુકા પંચાયતની બાજુમાં, રાણપુર ખાતેથી મેળવી લેવા અને પરત કરવા પશુચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment