હિન્દ ન્યુઝ, લીમખેડા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી ગામ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 101 વર્ કન્યા નાં જોડા એ પ્રભુતાનાં પગલા લઈ રહ્યા હતા. આ સમૂહલગ્ન કાર્યક્રમ શિવાજી સેના નાં અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વર કન્યાના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિવાજી સેના દ્વારા કન્યાને કન્યાદાન રૂપે કરિયાવર પણ આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, શિવાજી સેના ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા આ લગ્ન વિવાહ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા. જેમાં ગાયત્રી પરિવાર દ્વારા નવ વધુને આશીર્વાદ આપી અને વ્યસન મુક્ત બનવા માટે તમામ યુવાને આવાહન કરવામાં આવ્યું હતું. ઘર પણ સ્વર્ગ બને અને વ્યસન મુક્ત બને એ પુસ્તિકાઓ ગાયત્રી પરિવાર દ્વારા આપવામાં આવી અને ગાયત્રી માતા ની તસ્વીર ભેટ આપવામાં આવી હતી.
રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ
