હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હિટવેવની આગાહીને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સ્કૂલ, એસ.ટી. ડેપો, આંગણવાડી સહિતમાં ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવને ધ્યાને લઈને જિલ્લાની વિવિધ સ્કૂલો, આંગણવાડી, ગ્રામ પંચાયત, એસ.ટી.ડેપો સહિતના સ્થળોએ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે કેવી રીતે બનાવવું તે અંગે સમજણ આપી હતી.