રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની પેંડા તુલા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા જાખોત્રા ગામ ખાતે આવેલ રાધાકૃષ્ણન મંદિર ખાતે પેંડા તુલા કરવામાં આવી, આહીર ડુગરભાઈ ભુરાભાઈ નવા જાખોત્રા વાળા તરફથી પેંડા તુલા કરવામાં આવી.આવેલા આ પ્રસંગે એ સમગ્ર ગામજનો ની ઉપસ્થિતિ માં ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં પેંડા તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંતલપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહિર અને પ્રવિણ સિંહા વાધેલા અને ભગવાન ભાઈ રબારી અને સરપંચ રામજીભાઈ ચૌધરી અને ભોજાભાઈ આહીર જાખોત્રા અને અજાભાઈ ડેલીકેટ પુવૅ અને પુજારી ભગવાન દાસ સાધુ અને વાલાભાઇ આહીર અને ડામરાભાઈ પુવૅ…

Read More

રાધનપુર વિધાનસભા કોંગ્રેસ ની ચિંતન બેઠક ‘ભારત જોડો દેશ બચાવો’ ને લઈને વારાહી ખાતે યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ,હમીરજી ઠાકોર,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.વિષ્ણુદાન ઝુલા, સાંતલપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહિર,ઝાયેદ ખાન મલેક, મહેબુબ ખાન મલેક, ધીરાજી ઠાકોર, માધુજી ઠાકોર ડેલીકેટ, કરસનજી ઠાકોર,છગનજી ઠાકોર, જામાજી ઠાકોર,સોડાજી ઠાકોર, ભેમાજી ઠાકોર, મેરામજી ઠાકોર, સમુબેન ઠાકોર, ગોવિંદભાઈ ડેલીકેટ તેમજ સાધુ સંતો અને અણદુભા જાડેજા સહિત ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ચિંતન બેઠક યોજાઇ. જેમાં રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં આવનાર 2022 ની વિધાનસભાની ચૂંટણી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે વેલસ્પનના સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજરોજ તારીખ ૧લી ઓકટોબરના રોજ કચ્છની મુલાકાતે છે. ત્યારે મુખ્યમંત્રીના વરદ હસ્તે તથા કેન્દ્રિય જલ શક્તિ મત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતમાં અંજાર સ્થિત વેલ્સપન કંપનીના ૨૯૦ કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ડિજીટલ યુગમાં ભારતનું યોગદાન મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે ગ્રોથ એન્જિન બન્યું છે. કચ્છના વિકાસમાં સહભાગી બનેલું વેલસ્પન ગૃપ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ…

Read More

રાજકોટમાં મેયર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરની ઉપસ્થિતિમાં હોકી ઈવેન્ટ્સનો પ્રારંભ 

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાતમાં યોજાયેલ ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ફાળવવામાં આવેલ છે. આજે તા. ૦૨/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૬:૪૫ વાગ્યે માનનીય મેયર ડૉ. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર  ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજકોટ શહેર ભાજપ મહામંત્રી  નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં મેજર ધ્યાનચંદ હોકી મેદાન, રેસકોર્સ ખાતે ઓડીશા અને ઉત્તર પ્રદેશની મહિલા હોકી ટીમો વચ્ચેના મેચ સાથે હોકી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મેયર સહિતના મહાનુભાવો અને મ્યુનિ. કમિશનર સાથે ઓડીશા અને ઉત્તર પ્રદેશની…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુ ઔદ્યોગિક અને ડિજીટલ વિકાસની રાહ પર અગ્રેસર થવા આહવાન

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે ૧૭૫ એકરના વિશાળ પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ મુખ્યમંત્રી ના હસ્તે ઉદ્ઘાટન : મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે પોર્ટ બિઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ ટેકનોલોજીના ફીફથ જનરેશન(5G)નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો અને આજે કચ્છ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ ઉદઘાટન થયું, તે ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર થવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તાર એવા કચ્છના વિકાસ માટે રાજ્ય સરકારના શક્ય તમામ સહકારની ખાતરી ઉચ્ચારી હતી.…

Read More