રાધનપુર વિધાનસભા કોંગ્રેસ ની ચિંતન બેઠક ‘ભારત જોડો દેશ બચાવો’ ને લઈને વારાહી ખાતે યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ,હમીરજી ઠાકોર,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.વિષ્ણુદાન ઝુલા, સાંતલપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહિર,ઝાયેદ ખાન મલેક, મહેબુબ ખાન મલેક, ધીરાજી ઠાકોર, માધુજી ઠાકોર ડેલીકેટ, કરસનજી ઠાકોર,છગનજી ઠાકોર, જામાજી ઠાકોર,સોડાજી ઠાકોર, ભેમાજી ઠાકોર, મેરામજી ઠાકોર, સમુબેન ઠાકોર, ગોવિંદભાઈ ડેલીકેટ તેમજ સાધુ સંતો અને અણદુભા જાડેજા સહિત ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ચિંતન બેઠક યોજાઇ. જેમાં રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં આવનાર 2022 ની વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ ને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી અને કોંગ્રેસ નો ભવ્ય વિજય થાય તેવા પ્રયત્નો સાથે બેઠક યોજાઇ આ બેઠક માં કોંગ્રેશ ના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment