હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે આઝાદી અપાવવા માટે જેમણે બલિદાન આપ્યું, દેશ માટે પૂર્ણ સમર્પણની ભાવના સાથે જેઓ સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયાં છે તે તમામ સ્વાતંત્ર સેનાનીઓનું પૂણ્યસ્મરણ કરીને તેમના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ તેમ પાલીતાણા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો,જુનાગઢ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીની પ્રેરણાથી આવનાર ૨૫ વર્ષમાં આ અમૃતકાળમાં સૌ સાથે મળી સમૃદ્ધ ,સશક્ત અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરવાં…
Read MoreDay: October 15, 2022
વિશ્વ વિદ્યાર્થી દિવસ’ના ઉપલક્ષ્યમાં ભાવનગરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મતદાતા દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર આજનો દિવસ ભારતમાં ’વિદ્યાર્થી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. એક સારો વિદ્યાર્થી જ દેશનું ભવિષ્ય બનાવી અને સજાવી શકે છે. તે કેવી રીતે દેશને આગળ લઇ જાય છે તેના આધારે જે- તે દેશની ઓળખ બનતી હોય છે. ત્યારે એક સશક્ત અને સારા સમાજના નિર્માણ માટે વિદ્યાર્થી જાગૃત હોય તે આવશ્યક છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં લોકો સક્રિયતાથી સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત તેમજ આજે ’વિશ્વ વિદ્યાર્થી દિવસ’ છે…
Read Moreરૂ. ૧ કરોડના ખર્ચે પુંઅરેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્વાર કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભુજ નખત્રાણા તાલુકાના મંજલ ખાતે આવેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લોકોની લાગણી અને ભાવના હતી કે આ સદીઓ જૂના શિવાલયનો જીર્ણોદ્વાર કરવામાં આવે ત્યારે આ લાગણી અને માંગણીને ધ્યાને રાખી સરકાર દ્વારા જીર્ણોદ્વાર કરવામાં આવી રહ્યો છે તેનાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના ખૂણે ખૂણામાં યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે પુંઅરેશ્વર મહાદેવ મંદિરને પણ…
Read Moreસરકારે રોજગારીના ઉપાર્જન માટે ૯.૫૦ લાખની લોન આપીને મારી અને ત્રણ દીકરીના ભવિષ્યની ચિંતા દૂર કરી દીધી – વનુબેન ભારાભાઇ રબારી ભુજ- લાભાર્થી
હિન્દ ન્યુઝ, ભુજ પતિનું વર્ષો પહેલા નિધન થઇ ગયું હોવાથી પાંચ દીકરીની ચિંતા મને કોરી ખાતી હતી. ઘર કામ કરીને મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. મારી પાસે રોજગારીનું કોઇ સાધન ન હોવાથી કઇ રીતે આર્થિક ઉપાર્જન કરવું તે પ્રશ્ન હતો. મારી પાસે મૂડી પણ ન હોવાથી કઇ રીતે દીકરીનું ભવિષ્ય બનાવવું તે ચિંતા હતી. પરંતુ ગુજરાત સરકારે રૂ.૯.૫૦ લાખની લોન સહાય આપતા હવે હું અને મારી દીકરીઓ અમારી ભરત-ગુંથણની હસ્તકલાનો ઉપયોગ કરીને અમારો પોતાનો બિઝનેસ શરૂ કરીશું તેવું ભુજના વનુબેન ભારાભાઇ રબારીએ જણાવ્યું હતું. …
Read Moreરાધનપુર નાની પીપળી ગામ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના નાની પીપળી ગામ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ કર્યું.ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ગ્રાન્ટ માંથી નાની પીપળી ગામ થી નેશનલ હાઇવે નંબર 27 સુધી નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ કર્યું , જેમાં આ પ્રસંગે ખાતમુહૂર્ત પ્રસંગએ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો સરપંચ અને મનુભાઈ રાવલ અને અમરતભાઈ દેસાઈ અને રમેશભાઈ રબારી અને ગુલાબદાન ગઢવી અને મોમજીભાઇ ઠાકોર અને માજી સરપંચ નરસંગજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ની ઉપસ્થિતિ માં નવીન રોડ નુ ધારાસભ્ય રઘુભાઈ…
Read More’સ્કોચ એવોર્ડ શું છે ?’
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષઃ ૨૦૦૩ માં સ્થપાયેલ, SKOCH એવોર્ડ એવાં લોકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને આપવામાં આવે છે કે જેઓ ભારતને વધુ સારું રાષ્ટ્ર બનાવવા માટે તેમના પ્રયત્નોથી ઉપર લઇ જાય છે. SKOCH એવોર્ડ વિજેતાઓમાં શક્તિશાળી અને સામાન્ય બંનેનો સમાવેશ થાય છે. તેઓને સમાજમાં યોગદાન આપવામાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે આ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. વર્ષોથી સ્કોચ એવોર્ડનો ’રોલ ઓફ ઓનર’ તેનો પુરાવો છે. આ પુરસ્કારો સ્કોચ એવોર્ડને સ્વતંત્ર સંસ્થા દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે મૂલ્ય આપે છે. SKOCH એવોર્ડ ડિજિટલ, નાણાકીય અને સામાજિક સમાવેશમાં શ્રેષ્ઠ પ્રયાસોને આવરી…
Read Moreગુજરાત મકાન અને અન્યબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ – ભાવનગર કચેરીનાં બાંધકામ શ્રમિકોએ નવા સરનામે સંપર્ક કરવો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ– ભાવનગરની કચેરી જે અત્યારે દેસાઈનગર પેટ્રોલ પંપની સામે, ગુરુકૃપા ટ્રેક્ટર શો-રૂમ પાછળ, ભાવનગર કાર્યરત હતી, પરંતુ હવેથી તે કચેરી રૂમ નંબર– ૦૫, પ્રથમ માળ, જૂની તિજોરી કચેરી, દરબાર ગઢ, આંબાચોક, ભાવનગર- ૩૬૪૦૦૧ ખાતે કાર્યરત થઇ છે અને કચેરીનો ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૩૦૪૩ છે. અત્રેની કચેરીનાં બાંધકામ શ્રમિકોએ હવે પછી નવા સરનામાં પર સંપર્ક કરવા જિલ્લા નિરીક્ષક, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો હકીમ ઝવેરી
Read More