રાધનપુર નાની પીપળી ગામ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના નાની પીપળી ગામ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ કર્યું.ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ગ્રાન્ટ માંથી નાની પીપળી ગામ થી નેશનલ હાઇવે નંબર 27 સુધી નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ કર્યું , જેમાં આ પ્રસંગે ખાતમુહૂર્ત પ્રસંગએ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો સરપંચ અને મનુભાઈ રાવલ અને અમરતભાઈ દેસાઈ અને રમેશભાઈ રબારી અને ગુલાબદાન ગઢવી અને મોમજીભાઇ ઠાકોર અને માજી સરપંચ નરસંગજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ની ઉપસ્થિતિ માં નવીન રોડ નુ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ઘણા વર્ષોની માગણીને લઈને આઝાદી પછી નવીન રોડ બનાવવાનું કામ કરતા રાધનપુરના જાગૃત ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ગામ લોકોની વર્ષોની માગણી સંતોષતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નવીન રોડનો ખાત મુર્હત કરતા ધારાસભ્યનું રઘુભાઈ દેસાઈ નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આઝાદી પછી પ્રથમ નવીન રોડ બનાવતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ના કામને ગ્રામજનો તેમજ આગેવાનો એ વધાવ્યું હતું અને ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment