હિન્દ ન્યુઝ, તાપી વડાપ્રધાન એ ગુજરાતમા ડબલ એન્જિન સરકાર જે રીતે તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી, ગુજરાતના આદિવાસી પ્રદેશના વિકાસ સાથે આદિવાસી જનજીવનમા બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમા મૂકવામા આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી, છેલ્લા ૨૦ વર્ષમા ગુજરાતમા આવેલા વિકાસલક્ષી બદલાવ, અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતુ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.૨૧૯૨ કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ…
Read MoreDay: October 31, 2022
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સૌર ઉર્જા (સોલાર વોટર પંપ)સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કરતા ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ ૧૦૦% સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની ૬૮૮ વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા ૪૦૦ ખેડૂતો સીધો ફાયદો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની…
Read Moreસરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે આર.ડી.વરસાણી સ્કૂલથી ભુજ એરપોર્ટ સુધી સાઈકલ રેલી યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આર.ડી.વરસાણી સ્કૂલથી ભુજ એરપોર્ટ દ્વાર સુધીની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે ભુજ શહેરમાં હ્યુમન ચેઈન, સાઈકલ રેલી જેવા કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી રહ્યા છે. ભુજની આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સાઈકલ રેલીના કાર્યક્રમની શરૂઆત કરી હતી. મામલતદાર વિવેક બારહટ, રમત-ગમત…
Read More