વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગરના સિહોર ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાના સિહોર ખાતેના નગરપાલિકાના મેદાન ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે અધ્યક્ષીય પ્રવચન કરતાં જણાવ્યું કે, સગવડતા અને સારવારનું બીજું નામ આયુષ્યમાન કાર્ડ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સમાજના તમામ વર્ગોને મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે અભિયાન રૂપે આ કાર્ડ હાથોહાથ વિતરણ કરવામાં આવી રહ્યું છે તે આનંદની વાત છે. આ અગાઉ પણ અનેક જરૂરિયાતમંદ છેવાડાના માનવીઓને…

Read More

પાલીતાણા ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમ દ્વારા કરાઇ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ત્રી સશક્તિકરણ અંગેનો વિશેષ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયો હતો. નારી શક્તિની પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે સહાયરૂપ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી સાથે માર્ગદર્શન તેમજ વિભિન્ન જનજાગૃતિ અભિયાનમાં મહિલાઓની સશક્ત ભૂમિકા અંગે માહિતીપ્રદ કાર્યક્રમ પાલીતાણાની અંકુર વિદ્યાલય તેમજ સ્વામી વિવેકાનંદ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને મહિલા સામાજીક આગેવાન શ્રીમતી ધર્મિષ્ઠાબેન દવેના અધ્યક્ષ સ્થાને પાલીતાણાની પટેલ બોર્ડિંગ કેમ્પસ ખાતે યોજાયો‌ હતો મહિલાઓની પ્રગતિ અને…

Read More

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન નવેમ્બર માસમાં યોજાનાર છે. કચેરી ખાતે એન્ટ્રી આપનાર તમામ સ્પર્ધકો/સંસ્થાઓને જણાવવામાં આવે છે કે, ભાવનગર મહાનગરપાલિકાકક્ષા (શહેર) બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. ૧૮/૧૧/૨૦૨૨ ના રોજ નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, કાળિયાબિડ, ભાવનગર ખાતે યોજાશે જ્યારે ભાવનગર જિલ્લાકક્ષા (ગ્રામ્ય) બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, કાળિયાબિડ, ભાવનગર ખાતે યોજાશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત,…

Read More

સિહોર તાલુકાની મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવતી પાલિતાણાની અભયમ ટીમ

હિન્દ ન્યુઝ, ભાવનગર ૧૮૧- મહિલા અભયમની ટીમ અણીના સમયે મહિલાઓને મદદ કરીને એક સુરક્ષિતતાનું વાતાવરણ પુરૂં પાડ્યું છે. અનેક મહિલાઓ માનસિક અને શારીરિક અત્યારચારમાંથી તેનાથી બચી શકી છે. આ ઉપરાંત જરૂરી કાઉન્સેલીંગથી અનેક ઘર તૂટતાં પણ બચાવી શકાયાં છે. આવાં જ એક કિસ્સામાં ભાવનગરના સિહોર તાલુકામાં એક મહિલાને તેમના પતિ હેરાન- પરેશાન કરતાં હતાં. જેથી તેણીનીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર અભયમ પર સંપર્ક કરી મદદ માંગી હતી. આ કોલનો ત્વરિત જવાબ આપતાં મહિલા અભયમની ટીમે ત્વરિત મહિલાની મદદે પહોંચી તેને પડતી ત્રાસદીમાંથી મુક્ત કરાવી હતી. આ અંગેની વિગતો એવી છે…

Read More

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોનગઢ વિવિધલક્ષી હાઇસ્કુલ(ગુરુકુળ) તેમજ દયાનંદ સરસ્વતી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પોક્સો એક્ટ અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ એન.જી.ઓ. ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોનગઢ વિવિધલક્ષી હાઈસ્કુલ (ગુરુકુળ) તેમજ દયાનંદ સરસ્વતી ઉચ્ચતર, માધ્યમિક ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પોકસો એક્ટ અંગે માહિતી અને માર્ગદર્શન એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સિહોરના ચેરમેન એસ.કે. વ્યાસના આદેશને લઈ તેમજ સેક્રેટરી યશપાલસિંહ ગોહિલ, કશ્યપભાઈ બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સિહોર કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. સિનિયર મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા અને રાજેશભાઈ આચાર્ય દ્વારા પોકસો એક્ટ અંગે આ…

Read More

ભાવનગરના સેલાણા ગામનો બાળક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના સથવારે બોલતો અને સાંભળતો થયો

ભાવનગર ભાવનગરના સેલાણા ગામનો નાનકડો બાળક બાળપણથી જ સાંભળી શકતો નહોતો અને ન સાંભળી શકવાને કારણે તે બોલી પણ શકતો ન હતો. આ પરિસ્થિતિ તેના માતા પિતા માટે ખૂબ જ અકડાવનાર હતી. શું કરવું તે સમજાતું નહોતું. આ સમયે જિલ્લા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમની મદદથી આવ્યો અને તે દ્વારા તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટેની જરૂરી સમજણ સાથે તમામ મદદ કરવામાં આવી અને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ બાળકના પિતા દર્શનભાઈ રોહિતભાઈએ જણાવ્યું કે, મારું બાળક નાનપણથી જ સાંભળી શકવાની તકલીફ ધરાવતું હતું. બે- ત્રણ વર્ષ તેના…

Read More

આયુષ્યમાન કાર્ડ થકી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર શક્ય બની :શ્રીમતિ જલ્પાબેન ચાવડા

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ થકી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાનુ શક્ય બન્યું હતું શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેમના સસરાને હૃદય ની તકલીફ હતી ત્યારે ડોક્ટરોએ તેમનું ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું પરંતુ તેમના પરીવાર માટે ખૂબ જ મોટો ખર્ચ થાય તેમ હતો ત્યારે આયુષ્માન કાર્ડ થકી તેમના સસરાનાં હૃદયનું ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ ગયું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આયુષ્યમાન કાર્ડ તેમની પાસે ના…

Read More

ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છના સંયુકત ઉપક્રમે રાપર ખાતે નારી સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, ભુજ           ૧૪ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છ ભુજના સંયુકત ઉપક્રમે રાપર નગરપાલિકા ટાઉનહોલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ કંકુબેન આહિર ચેરમેન મહિલા અને બાળ વિકાસ યુવા સમિતિ જિલ્લા પંચાયત કચ્છ-ભુજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કિશોરીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી તેમજ સીડીપીઓ જે.કે.પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું.         આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ નારી…

Read More

હવે બોટાદમાં પોલીસની “ત્રીજી આંખ” સમાન CCTV કેમેરાથી કોઈ ગુનેગાર નહીં બચી શકે : રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું. આ અવસરે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના કોઈ રાજ્યની પોલીસ કચેરીઓમાં સુવિધાઓ નહીં હોઈ તેવી વ્યવસ્થા બોટાદની એસ.પી કચેરીમાં ઉભી કરવામાં આવી છે. જિલ્લાનો કોઈપણ નાગરિક કચેરીએ જશે ત્યારે કચેરીના રિસેપ્શન પરથી જ મદદ મળી રહેશે. એસ.પી કચેરીમાં ઘોડિયાઘર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ફરજ…

Read More

રાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે તા.૨૦ મી ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા બોટાદ જીલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર રાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ તથા આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ…

Read More