રાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે તા.૨૦ મી ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા બોટાદ જીલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર રાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ તથા આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંકhttps://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment