હિન્દ ન્યુઝ, ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન નવેમ્બર માસમાં યોજાનાર છે. કચેરી ખાતે એન્ટ્રી આપનાર તમામ સ્પર્ધકો/સંસ્થાઓને જણાવવામાં આવે છે કે, ભાવનગર મહાનગરપાલિકાકક્ષા (શહેર) બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. ૧૮/૧૧/૨૦૨૨ ના રોજ નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, કાળિયાબિડ, ભાવનગર ખાતે યોજાશે જ્યારે ભાવનગર જિલ્લાકક્ષા (ગ્રામ્ય) બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, કાળિયાબિડ, ભાવનગર ખાતે યોજાશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાશે. શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે.