ગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકો માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગારીયાધાર તાલુકાના ખાલી પડેલ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલકની જગ્યા ભરવા માટે જેમાં સ્થાનિક, વિધવા, ત્યક્તા, સ્ત્રી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાની થાય છે. શૈક્ષણિક લાયકાત એસ. એસ. સી. પાસ ઉમર ૨૦ વર્ષ પૂરા ખાલી કેન્દ્રો (૧) ગારીયાધાર કેન્દ્ર નં.-૧, (૨) નાની વાવડી કેન્દ્ર નં.-૧૦, (૩) ફાચરીયા કેન્દ્ર નં.-૧૧, (૪) ગણેશગઢ કેન્દ્ર નં.-૨૦, (૫) શક્તિનગર કેન્દ્ર નં.-૫૫, (૬) પરવડી પ્લોટ કેન્દ્ર નં.-૫૯ માટે નિયત નમૂનામાં અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી ગારીયાધાર (મ.ભો.યો. શાખા) માંથી કચેરી સામે દરમ્યાન જાહેર રજા સિવાય દિવસોમાં મેળવી વિગતો ભરી પ્રમાનપત્રોની નકલો સાથે તા.૦૩/૦૩/૨૦૨૩ સુધીમાં (રજા સિવાય) કચેરી સામે દરમ્યાન પરત કરવાના રહેશે મામલતદાર, ગારીયાધારની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment