રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટીકીટમાંગ ને લઈ ભાજપ નેતાઓ માં કકળાટ

હિન્દ ન્યુઝ, રાધનપુર     પાટણ જિલ્લાના સમીના રણાવાડા ગામ ખાતે સંમેલન યોજાયું. રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટીકીટમાંગ ને લઈ ભાજપ નેતાઓ માં કકળાટ જોવા મળ્યો.રાધનપુરમાં ઠાકોર સામે ઠાકોર ભાજપ ના દિગજ્જ નેતાઓ અલ્પેશ ઠાકોરની સામે આવતા મુસીબત વધે તેવા એંધાણ જોવા મળ્યા છે. ભાજપ ના પૂર્વ ધારાસભ્ય નાગરજીઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન યોજાયું જેમાં રાધનપુર વિધાનસભા વિસ્તારના ત્રણ તાલુકા ના અઢારે આલમ ના આગેવાનોનું સંમેલન યોજાયું જેમાં સર્વ જ્ઞાતિ ના લોકો ખુબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. સમીના રણાવાડા ગામે સંમેલન યોજાયું જેમાં જીતશે સ્થાનિક હારસે બહારનો, લડશે…

Read More

જામનગરમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નું સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશિષ્ટ સન્માન કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

હિન્દ ન્યુઝ, જામનગર           મહાનુભાવો નો સન્માન એ હાલર કાઠીયાવાડ ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન ની આગવી વિશેષતા છે જે ઉમળકાભેર થાય ત્યારે પરંપરા સાથે વિસ્તાર અને પ્રદેશની વિશેષતા ઉભરી આવે છે. એમાંય જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા તે એક ગરીમામય અવસર ગણાય આ ગૌરવભર પળોમાં અધિકારી ૧૨-જામનગર લોકસભાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ આદમ્ય ઉત્સાહ સાથે બન્યા અને મોદીજીને છાજે તેઓ ભવ્ય અને દિવ્ય સન્માન કર્યું હતું માટે જ લોકોના પ્રતિભાવ એ હતા કે, જામનગરમાં મોદીનું સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશિષ્ટ સન્માન સંસદસભ્ય પૂનમબેન માડમ…

Read More

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ , રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.   ૧. સિટી બસ (RMTS) સેવા                       જનરલ-             રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.      સિટી બસ સેવા (RMTS)માં તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૮,૭૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૪,૫૬૮ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસમાં થયેલ કામગીરી:-                …

Read More

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૦૨ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ,  રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં  આવે છે. તા.૩૦/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સંતકબીર રોડ, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૩(તેવીસ) પશુઓ, વેલનાથ, કોઠારીયા ગામ, ડ્રીમલેન્ડ, ખોડલધામ સોસાયટી, તિરૂપતિનગર, ગાયત્રીનગર, ગીતાજલિ પાર્ક વિગેરે વિસ્તારોમાંથી૪૫(પીસ્તાળીસ) પશુઓ, ગાંધીગ્રામ, ભારતીનગર,  મોચીનગર, અક્ષરનગર તથા આજુબાજુમાંથી ૩૧(એકત્રીસ) પશુઓ, રૈયાગામ, મુંજકા, મીરાનગર, તથા આજુબાજુમાંથી ૨૯(ઓગણત્રીસ)  શેઠનગર, શિતલપાર્ક, ઘનશ્યામનગર, મારૂતિનંદન તથા આજુબાજુમાંથી ૩૮(આડત્રીસ) પશુઓ, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, ગંગોત્રી પાર્ક તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસ) પશુઓ, જડેશ્વર સોસાયટી, માધવ વાટીકા સોસાયટી, ગોકુલ પાર્ક, માનસરોવર તથા આજુબાજુમાંથી ૧૦ (દસ) પશુઓ, જય જવાન જય કિશાન, ગાંધી સ્મૃતિ, મોરબી રોડ, રણછોડનગર તથા આજુબાજુમાંથી ૧૭(સત્તર) પશુઓ, મનહરપુર, અયોધ્યા રેસીડેન્‍સી, જે.કે. ચોક તથા આજુબાજુમાંથી ૨૩(તેવીસ) પશુઓ, આજી ડેમ, શ્યામ પાર્ક સોસાયટી, ગોંડલ રોડ, કોઠારીયા સોલવન્‍ટ તથા આજુબાજુમાંથી ૨૮(અઠ્ઠાવીસ) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૪૦૨ પશુઓ પકડવામાં આવેલ છે.

Read More

તા. ૧૧મી એ ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ       આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ભુજ તથા શ્રી આશાપુરા માતાજી મંદિરના સંયુક્ત ઉપક્રમે  તા.૧૧/૧૦/૨૦૨૨ મંગળવારે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે શ્રી આશાપુરા માતાજી મંદિર ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-ચિકિત્સા કેમ્પનું નિ: શુલ્ક આયોજન કરેલ છે.      જેમાં જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળક્ને શારિરીક-માનસિક વિકાસ અર્થે શ્રેષ્ઠ (સુવર્ણ યુક્ત ઔષધીના) સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. કિશોરીઓ તથા બહેનોની માસિકને લગતી સમસ્યા તથા ગર્ભીણી/ ધાત્રીને ખાસ પ્રકારની શક્તિ વર્ધક તેમજ રક્તવર્ધક…

Read More

પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજના  અંતર્ગત રૂ.૫ કરોડની સહાયનો ૯૭૦૦ લાભાર્થીઓએ  લાભ લીધો

હિન્દ ન્યુઝ, ભુજ       રાજ્યમાં કુપોષણ અને એનિમીયાથી થતી બીમારી, માતા મરણ અને બાળમૃત્યુના દરમાં ઘટાડો કરવાના આશયથી રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોની માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર કસ્તુરબા પોષણ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગના દ્વારા જાહેર કરાવેલ ગરીબી રેખા હેઠળ કુટુંબોની સગર્ભા માતાઓ માટે આ યોજના વર્ષ ૨૦૧૧-૧રમાં સરકાર દ્વારા ગુજરાત રાજયમાં ચાલુ કરવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ઘણા બધા લાભો મળે છે જેવાં કે સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક…

Read More