જામનગરમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નું સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશિષ્ટ સન્માન કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

હિન્દ ન્યુઝ, જામનગર

          મહાનુભાવો નો સન્માન એ હાલર કાઠીયાવાડ ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન ની આગવી વિશેષતા છે જે ઉમળકાભેર થાય ત્યારે પરંપરા સાથે વિસ્તાર અને પ્રદેશની વિશેષતા ઉભરી આવે છે. એમાંય જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા તે એક ગરીમામય અવસર ગણાય આ ગૌરવભર પળોમાં અધિકારી ૧૨-જામનગર લોકસભાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ આદમ્ય ઉત્સાહ સાથે બન્યા અને મોદીજીને છાજે તેઓ ભવ્ય અને દિવ્ય સન્માન કર્યું હતું માટે જ લોકોના પ્રતિભાવ એ હતા કે, જામનગરમાં મોદીનું સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશિષ્ટ સન્માન સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું અને પશ્ચિમ ભારતમાં બિરાજતા શ્રી દ્વારકાધીશની શૃંગારિત તાદ્રશ્ય છબી અને હાલારની ધરતીની કળા કુશળતાનું પ્રતિક બાંધણી ભેટ કરી સાંસદ પૂનમબેન એ અહોભાવ પ્રગટ કર્યો હતો

Related posts

Leave a Comment