કુંવરબાઈનું મામેરૂ, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર જેવી કુલ ૩,૧૧૦ અરજીઓનો હકારાત્મક ઉકેલ

સૂત્રાપાડા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     વહીવટી તંત્રના વિવિધ વિભાગની સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને ઘરઆંગણે લાભ આપવાના અભિગમ સાથે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવે છે. સૂત્રાપાડા મુકામે છેવાડાના લાભાર્થીઓ સરકાર યોજનાઓના લાભોથી વંચીત ન રહી જાય તે માટે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાસેતુ કેમ્પમાં રાશન ધારકોની ૭૯૬, સાતબાર/આઠ-અના ૬૮૧ પ્રમાણપત્રો, રાશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૧૨૭ અરજી, ૬૪ આધારકાર્ડમાં સુધારા, ૫૫ વોટર અને ડ્રેનેજ કનેક્શન, ૨૭ જાતિ પ્રમાણપત્ર, ૧૯ પ્રોપર્ટી ટેક્સ, ૧૫ જન્મમરણના પ્રમાણપત્ર, ૮ પી.એમ.સ્વનિધિ યોજના, ૬ વિધવા સહાય, ૫ કુંવરબાઈનું મામેરૂ સહાય, ૫ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય સહિત કુલ ૩૧૧૦ અરજીઓનો હકારાત્મક ઉકેલ આપવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમમાં અગ્રણી દિલિપભાઈ બારડ, સૂત્રાપાડા તાલુકા મામલતદાર પરમાર, નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ, ઉપપ્રમુખ નરેશભાઈ કામળિયા, ચેરમેન કૈલાસભાઈ રામ, તેમજ સૂત્રાપાડા નગરપાલિકાના સભ્યશ્રીઓ કાળાભાઇ બારડ, જેશીંગભાઈ બારડ, રામભાઈ વાણવી, અરશીભાઈ બારડ, આગેવાન પટેલ જેશીંગભાઈ, લખમણભાઈ બારડ, રામભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment