હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડમાં ગત વર્ષની જેમાં દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે કાલાવડ ખાતે સરકારી પરવાના વગર બિલાડીની ટોપની જેમ ફટાકડાના વેપારીઓ ફૂટી નીકળતા હોય છે. જાહેર સ્થળોમાં પોલીસ અને તંત્રનો ડર રાખ્યા વગર બેફામ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. કોઈપણ પ્રકારના પરવાના વગર અને અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જાહેર સ્થળોએ ફટાકડાનો વેચાણ કરતા આ વેપારીઓની હાટડીઓમાં દિવાળી પહેલા હજારો લોકો ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે. આ વેપારીઓને ત્યાં ગ્રાહકો ખરીદી કરતી વેળાએ જો કોઈ કારણોસર આગ લાગવા પામે અને ફાયર ઈક્યુમેંટ્સ…
Read MoreDay: October 17, 2022
પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ તાજેતરમાં જિલ્લામાં નોંધણી થયેલા એક લાખ વીસ હજાર લાભાર્થીઓના PMJAY-MA PVC કાર્ડનું રાજયના તમામ તાલુકાઓ સાથે કચ્છ જિલ્લાના દસ તાલુકા મથકોથી વિતરણ કાર્યક્રમનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ થનાર છે. આ કાર્યક્રમમાં ભાગરૂપે કચ્છ જિલ્લા સ્તરનો કાર્યક્રમ ટાઉનહોલ ભુજ મધ્યે આજે તા.૧૭/૧૦/૨૦૨૨ના રોજ બપોરે ૨.૪૫ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીર, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન અરેઠીયા, ભુજ નગરપાલિકા…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું
હિન્દ ન્યુઝ, ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં…
Read Moreદબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૪/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ની શહેરમાં કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૪/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૭ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, જ્યુબેલી ,પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૨૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૩૧૨ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત…
Read Moreસરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે કુપોષણ નિવારણ કેમ્પ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૮/૧૦/૨૦૨૨ના મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ જાણી બાળકોને તે અચુક પીવડાવો. સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય…
Read Moreમાનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ. ૩૭૯.૬૬ કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
હિન્દ ન્યુઝ, રાજકોટ દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના કુલ રૂ. ૩૭૯.૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત તા. ૧૯-૧૦-૨૦૨૨નાં રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેનાં સમારોહમાં થનાર છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા (GHTC-I) અંતર્ગત લાઈટહાઉસ પ્રોજેક્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ…
Read Moreકૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ રાજયના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજાઈ હતી. ચૂંટાયેલા પદાધિકારીઓએ રાજ્યમંત્રી સમક્ષ પોતાના વિસ્તારના વીજળી સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લામાં પ્રજા અને ખેડૂતોને વિના વિક્ષેપે વીજળી મળી રહે તે દિશામાં કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાના વણઉકલ્યા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને રાજ્યમંત્રીએ તાકીદ કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા,…
Read More‘‘આયુષ્માન’’ કાર્ડ થકી મારા બંને ઘૂંટણનું ઓપરેશન થઈ જતા હું ફરી હરતો ફરતો થયો છું – ધનજીભાઈ ગાજીપરા, નારણપર, લાભાર્થી
હિન્દ ન્યુઝ, ભુજ મે મજૂરી કામ કરીને મારી આખી જિંદગી કાઢી છે, અત્યારે ૬૮ વર્ષની ઉંમરમાં મારા બંને ઘૂંટણ કામ કરતા બંધ થઇ જતાં હરવા ફરવામાં હું એકદમ લાચાર થઈ ગયો હતો. ૧૦૦ થી ૨૦૦ ફુટ ચાલતા જ મારે આરામ કરવો પડતો હતો. બીજી તરફ મારી પાસે એટલા પૈસા ન હતા કે હું મારા બંને ઘૂંટણનું ઓપરેશન કરાવી શકું. ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા રૂા.૩ લાખ સુધીનો ખર્ચ કહ્યો હતો. જે મારાથી ખર્ચી શકાય એમ ન હતા. પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી કરાયેલી ‘‘આયુષ્માન કાર્ડ’’ની યોજના થકી આજે એકપણ…
Read Moreબોટાદને મળશે કુલ રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પોલીસ હેડ કવાર્ટર્સની ભેટ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ. ૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે…
Read Moreરાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આજે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી તથા પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરશ્રીની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ. ૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે…
Read More