હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં દિવ્યાંગજનો (દિવ્યાંગો માટે રોજગારી/સ્વરોજગારી માટે કામ કરતી સંસ્થા/એજન્સી, દિવ્યાંગ કર્મચારી સરકારી/ખાનગી, સ્વરોજગારી કરતાં દિવ્યાંગ) માટે દર વર્ષે પારિતોષ આપવામાં આવે છે. જે વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૧ દરમ્યાનના એવોર્ડ વિતરણ સ્વર્ણિમ સંકૂલ-૧, સચિવાલય ગાંધીનગર ખાતે તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગીર સોમનાથ જિલ્લાના ૩ દિવ્યાંગજનોને પણ રાજ્ય દિવ્યાંગ પારિતોષ એનાયત કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથમાં વર્ષ ૨૦૧૯માં કર્મચારી તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી માટે વેરાવળના શ્રી મહેશચંદ્ર ભાણજીભાઈ જોષી તેમજ સ્વરોજગારી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે સુત્રાપાડાના શ્રી જયેશ…
Read MoreDay: October 22, 2022
ગીર સોમનાથના યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ માટે નેશનલ યુથ એવોર્ડ અંતર્ગત અરજી કરવા અંગે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ કે જેઓએ રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકારનો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે સિધ્ધી મેળવેલ હોય તેઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પુરૂ પાડવા વર્ષ ૨૦૨૦–૨૧ માટેના નેશનલ યુથ એવોર્ડ માટે તા.૦૬/૧૧/૨૦૨૨ સુધીમાં https://awards.gov.in/ પોર્ટલ ઉપર નોમિનેશન મંગાવવામાં આવેલ છે. આ બાબતે અભુપૂર્વ યોગદાન આપેલ હોય તેવા ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓએ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે https://awards.gov.in/ પોર્ટલ ઉપર અપલોડ કરી તેની એક કોપી…
Read Moreવિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો તેમજ સુમરાસર જેટીગ મશીનનું લોકાર્પણ
હિન્દ ન્યૂઝ, ભુજ આજરોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો તેમજ ઢોરી-સુમરાસર-કુનરીયાના જેટીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષએ લાખો રૂપિયાના વિકાસના કાર્યો માટે સરકારના આભાર સાથે પ્રજાજનો અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રૂદ્રાણી માતા જાગીર પવિત્ર ભૂમિ પર આ વિકાસકામોના ખાતમુહૂર્ત કરતા આનંદની લાગણી અનુભવું છું. અહીંના આજુબાજુના ગામો સુખી સંપન્ન થાય અને વિસ્તારનો વિકાસ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત મુજબના પ્રજાલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે. રજૂઆતો મુજબ તમામ રોડ રિસર્ફેસિગના કામો સરકારે…
Read Moreરાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કચ્છ જિલ્લાના રૂ.૧૩૩ કરોડથી વધારેના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયું
હિન્દ ન્યુઝ,ભુજ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત અમદાવાદ ખાતેથી રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કચ્છ જિલ્લાના રૂ.૧૩૩ કરોડથી વધારેના કુલ ૫ વિભાગના તથા વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ભુજ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂ.૨૪ કરોડથી વધારેના અલગ અલગ ૯ વિભાગના કુલ ૪૯૭ વિકાસકામોનું ઇ- લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું હતું. આમ કચ્છના લોકોને આજરોજ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત રૂ.૧૫૮ કરોડના ૫૦૦થી વધુ વિકાસકાર્યોની ભેટ ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, બે દાયકામાં કચ્છનો ચોતરફ વિકાસ થયો છે. પ્રધાનમંત્રીશ્રીએ કચ્છ પર વિશેષ નજર રાખીને જિલ્લાને સર્વક્ષેત્રમાં…
Read More