શ્રેષ્ઠ કામગીરી માટે ગીર સોમનાથ જિલ્લાના ૩ દિવ્યાંગજનોને રાજય દિવ્યાંગ પારિતોષ એનાયત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 શ્રમ, કૌશલ્ય વિકાસ અને  રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં દિવ્યાંગજનો (દિવ્યાંગો માટે રોજગારી/સ્વરોજગારી માટે કામ કરતી સંસ્થા/એજન્સી, દિવ્યાંગ કર્મચારી સરકારી/ખાનગી, સ્વરોજગારી કરતાં દિવ્યાંગ) માટે દર વર્ષે પારિતોષ આપવામાં આવે છે. જે વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૧ દરમ્યાનના એવોર્ડ વિતરણ સ્વર્ણિમ સંકૂલ-૧, સચિવાલય ગાંધીનગર ખાતે તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગીર સોમનાથ જિલ્લાના ૩ દિવ્યાંગજનોને પણ રાજ્ય દિવ્યાંગ પારિતોષ એનાયત કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથમાં વર્ષ ૨૦૧૯માં કર્મચારી તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી માટે વેરાવળના શ્રી મહેશચંદ્ર ભાણજીભાઈ જોષી તેમજ સ્વરોજગારી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે સુત્રાપાડાના શ્રી જયેશ રણધીરભાઈ મોરીને અને વર્ષ ૨૦૨૧ માટે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે તાલાલા તાલુકાનાં સેમળીયાના શ્રી જ્યાબેન કરશનભાઈ સેવરાને પ્રશસ્તિ પત્ર અને રૂ. ૧૦.૦૦૦નો ચેક આપી સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, મંત્રી શ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને પંચાયત (સ્વતંત્ર હવાલો) મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, અગ્ર સચિવશ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ શ્રી અંજુ શર્મા, રોજગાર અને તાલીમ નિયામક શ્રી લલિત નારાયણ સિંધુ  વગેરેની ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment