હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા
આજરોજ જલારામ મંદિરે સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતી સલાયાના ઉપક્રમે જલારામ મંદિર સલાયા મુકામે ધ્વજા આરોહણ નો પ્રોગ્રામ રાખેલ હતો. આ પ્રોગ્રામમાં સલાયા ના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, વડીલો તેમજ જ્ઞાતિ પ્રમુખ હાજર રહ્યા હતા. આ તકે સલાયા હિન્દુ સમાજ સેવા સમિતિ ના પ્રમુખ ભરતભાઇ લાલ, ઉપપ્રમુખ બ્રીજરાજસિંહ જાડેજા, લોહાણા મહાજનના સેક્રેટરી વૃજલાલ રાઘવજી બથિયા, રાજપૂત સમાજ પ્રમુખ ભગીરથસિંહ દ્વારા સલાયા શહેર ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભૂવા ના પિતા દિલીપભાઈ કેશવજીભાઇ તન્ના નું સન્માન કર્યું હતું. આ તકે સલાયા હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
