છોટાઉદેપુર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે, અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતું. જે આધારે એચ.એચ. રાઉલજી – ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બોડેલી પો.સ્ટે. વિસ્તારના વાલોઠી ગામે તાડ ફળીયામાં આવેલ દિલીપભાઇ ગોવિંદભાઇ નાયક નાઓના મકાનમાં શૈલેષકુમાર કેશાજી ચૌહાણ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના ડોકટરની પ્રેકટીશ કરે છે, અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે. જેથી એચ.એચ. રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સદર જગ્યાએ રેઇડ કરવા મોકલતા શૈલેષકુમાર કેશાજી ચૌહાણ હાલ રહે. વાલોઠી તાડ ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર મૂળ રહે. ભિલકુવા મોટી ઇસરોલ તા.મોડાસા જી.અરવલ્લી માં ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ, અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ.8666.80/- નો મુદ્દામાલ મળી આવતા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ બોગસ ડોકરનું નામ:
શૈલેષકુમાર કેશાજી ચૌહાણ હાલ રહે. વાલોઠી તાડ ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર, મૂળ રહે.ભિલકુવા, મોટી ઇસરોલ

રિપોર્ટર : યાકુબરઝા પઠાણ, છોટાઉદેપર

Related posts

Leave a Comment