હિન્દ ન્યુઝ, ચોટીલા
ચોટીલામા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત શક્તિ પર્વ ૨૦૨૨ ચોટીલા ડુંગર તળેટી ખાતે શરુ થયો. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા કાર્યક્રમમા હાજર રહ્યા અને માં ચામુંડાની આરતી ઉતારી અને કાર્યક્રમની શરૂઆત કરાવી. ખૈલેયાઓ મન મુકીને ગરબા રમતા જોવા મળ્યા સાથે સાથે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા પણ ગરબા રમ્યા. મોટી સંખ્યામા ચોટીલાનાં રેહવાસીઓ અને ભાજપ ના આગેવાનો એ નવરાત્રીના આ પર્વમા ઉપસ્થિત રહી માં આદ્યશકિત નાં આશીર્વાદ મેળવ્યા.
રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા