રાધનપુર ખાતે ખોડીયાર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના સાંતલપુર તાલુકો રાધનપુર તાલુકો અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારના ક્રિકેટ ટીમો લેવામાં આવશે. અને ત્રણ તાલુકા ના ભાગ તલેશે જેને લઈને રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા તળામાર તૈયારીઓ કરાવી દેવામાં આવી છે. જેની અંદર રાધનપુર વિધાનસભામાં આવતા 326 બુથ ની બે ટીમો બનાવવામાં આવી છે.જેની અંદર 652 ટીમને રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ક્રિકેટ રમવા માટે દરેક તેમને વિનામૂલ્યે રાધનપુર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય લોક સેવક દ્વારા કીટ ફ્રી માં આપવામાં આવી રહી છે. સાથે સાથે ક્રિકેટ ટીમ ની અંદર ક્રિકેટની અંદર એક થી ત્રણ નંબરની ટીમને મોટું ઇનામ ધારાસભ્ય દ્વારા આપવામાં આવશે. જેમાં પ્રથમ ટીમ આવનારને એક લાખ રૂપિયા બીજા ક્રમે આવનારને 51000 નું ઇનામ અને ત્રીજા ક્રમે આવનાર 25000 રૂપિયા ઇનામ આપવામાં આવશે ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર તમામ ખર્ચ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવશે. રાધનપુર વિધાનસભાના ક્રિકેટ ટીમ ની અંદર નામ રોશન થાય તેમજ ખેલાડીઓ આગળ વધે તેના માટે રાધનપુર વિધાનસભાના દાનવીર અને જાગૃત ધારાસભ્ય દ્વારા ખોડીયાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સફળ બનાવવા માટે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની જવાબદારી સોંપવામાં આવી, રાધનપુર વિધાનસભાન નું યુવા ધન રમત ક્ષેત્રે પ્રગતિ કરે તેને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment