મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સોમનાથ ખાતે યોજાશે રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         સુશાસનના સંકલ્પ સાથે જન કલ્યાણ માટે સતત કાર્યશીલ સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સદભાવના ગ્રાઉન્ડસોમનાથ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબોને હાથો હાથ પહોંચાડવામાં આવશે. આ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ ૧૦૪૬૮ લાભાર્થીઓને ૨,૯૮,૨૧,૩૨,૧૨૭ ની સહાય ચૂકવવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીની સાથે જ વાહન વ્યવહારનાગરિક ઉડ્ડયનપ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના કુલ ૭૫૨૬ અને શહેરી વિસ્તારના કુલ ૨૯૪૨ એમ વિવિધ યોજનાઓના કુલ ૧૦૪૬૮ લાભાર્થીઓને ૨,૯૮,૨૧,૩૨,૧૨૭ ની સહાય ચૂકવવામાં આવશે. જેવા વિવિધ વિભાગની વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ તકે, મુખ્યમંત્રીના હસ્તે વેરાવળ, તાલાળા, ઉના, કોડીનાર તેમજ સુત્રાપાડામાં તળાવ ઉંડા કરવાના કામ, માટી-મેટલ રોડ, એલ.ઈ.ડી લાઈટ્સ, પંચાયત ભવન, ચેકડેમ, હાટબજાર, નર્સરી ઉછેર, પ્રાથમિક શાળાના શૌચાલય, ગટરનું કામ, કોઝવે કામ, સ્નાનઘાટ, પેવરબ્લોકના કામો, કમ્પાઉન્ડ વોલ, આંગણવાડી, મિયાવાકી વનીકરણ જેવા યોજાનાર વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવશે. ગરીબ કલ્યાણમેળા અન્વયે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, આદિજાતી વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર, મત્સ્ય ઉદ્યોગ, મહેસુલ વિભાગ, મહિલા અને બાળવિકાસ, વન અને પર્યાવરણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીતા જેવા વિવિધ વિભાગના લાભાર્થીઓને હાથોહાથ લાભ આપવામાં આવશે. ઉપરાંત ગરીબ કલ્યાણ મેળાના સ્થળે પશુપાલન, જલ જીવન મિશન નલ સે જલ, આરોગ્ય, બાગાયત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર, સામાજિક વન વિભાગ, સમાજ કલ્યાણ, શહેરી વિકાસ, મહિલા અને બાળ વિકાસ, આદિજાતી વિકાસ, મહેસૂલ તેમજ પુરવઠા અને ચૂંટણી અંગે વિવિધ સ્ટોલ પણ મૂકવામાં આવશે. જેમાં સરકારમાં કાર્યરત છેવાડાના માનવી સુધીની યોજનાઓ વિશે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment