શ્રધ્ધાળુઓ ઘરેબેઠા યજ્ઞ કરી શકે તે માટેની લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો આજરોજ શુભારભ કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, ભુજ

રાજ્યના મહામહિમ ગવર્નર તથા ગુજરાત રાજ્યના માનનિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કિટોનું વિતરણ કરવામાં આવેલ.

તા.21/10/2022-શુક્રવાર – આસો વદ અગીયારસ

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં નિઃશુલ્ક આરોગ્યલક્ષી ઉપચાર કેમ્પો, આરોગ્ય સેવા, સ્થાનીકોને રોજગાર માટે તાલિમ , આપત્તિના સમયે લોકોને આવાસ વ્યવસ્થા-ફુડ પેકેટ વિતરણ, લમ્પી વાયરસ સામે પશુ ચિકિત્સા માટેની વેક્સીન (રસી), દવાઓ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.

તાજેતરમાં સ્થાનીક ગ્રામીણ મહિલાઓને પગભર કરવા માટે લોકોમાં ગૌ-પાલન સંવર્ધન માટે જાગૃતિ લાવવા તેમજ ગૌપાલનથી આર્થીક ઉપાર્જન વધે તે માટે તેમજ રાષ્ટ્રમાં ધાર્મિક યજ્ઞ પરંપરા જળવાઇતે માટે ગાયના ગોબરમાંથી સ્થાનીક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે લઘુ મહામૃત્યુંજય યજ્ઞ માટેની કીટ તૈયાર કરવામાં આવી છે.

આજરોજ આ લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો શુભારંભ ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યના માન.ગવર્નર દેવવ્રત આચાર્યજીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે દેવવ્રત આચાર્યજી એ જણાવેલ હતું કેઃ ટ્રસ્ટની આ પ્રવૃત્તિથી ગૌ પશુપાલનને વેગ મળશે અને તેનાથી પશુપાલકોને આર્થીક ઉપાર્જન પણ વધશે.

લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો શુભારંભ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવેલ કેઃ ટ્રસ્ટના આ કાર્યથી સ્ત્રી સશક્તિકરણને વેગ મળશે, તેમજ આત્મનિર્ભરતામાં વધારો થશે.

આ પ્રસંગે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ ઉપસ્થીત રહ્યા હતા.

આ લઘુ મહામૃત્યુંજય કીટ માત્ર રૂ.100/- માં શ્રી સોમનાથ મંદિરના કાઉન્ટર પરથી મળશે. જે કીટ દ્વારા 30 દિવસ સુધી રોજે રોજ શ્રધ્ધાળુઓ પોતાના ઘરેબેઠા યજ્ઞ કરવાનો લાભ લઇ શકશે. તેમજ વર્ષો જુની યજ્ઞ પરંપરાને વેગ મળશે. યજ્ઞથી વાતાવરણમાં પણ શુદ્ધિ થશે, ઘરમાં ધાર્મિક પરંપરા શરૂ થવાથી આવનાર પેઢીને સંસ્કાર મળશે. અને ગૌ પાલકોને ગોબરના ઉપયોગથી આર્થીક ઉપાર્જન વધશે, ગૌ સંવર્ધનમાં વૃદ્ધી થશે. તેમજ સ્થાનીક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. આ લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ ખરીદી રાષ્ટ્ર સેવા અંગેના ઉપરોક્ત ત્રણેય મહત્વના પાસાના આપ સહયોગી બનવાનો લાભ લઇ શકો છો.

Related posts

Leave a Comment