કાલાવડ -૭૬ વિધાનસભા અંતર્ગત કાલાવડ મુકામે પંજાબ સરકાર નાં કેબીનેટ મંત્રી હરભજનસિંઘ ETO નાં અધ્યક્ષસ્થાને કાલાવડ ખાતે રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, કાલાવડ 

             તારીખ ૧૯/૧૦/૨૨ ને બુધવારના રોજ કાલાવડ -૭૬ વિધાનસભા અંતર્ગત કાલાવડ મુકામે પંજાબ સરકાર નાં આદરણીય કેબીનેટ મંત્રી હરભજનસિંઘ ETO નાં અધ્યક્ષસ્થાને કાલાવડ ખાતે સૌથી પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ને રેલી પ્રસ્થાન કર્યું હતું. આ કાયૅક્રમ માં આદરણીય હરભજનસિંઘ તથા જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના આદરણીય અધ્યક્ષ પ્રકાશભાઇ દોંગા, કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી દેવરાજભાઈ વૈષ્ણવ, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિશાલભાઈ ત્યાગી, પ્રદેશ આમ આદમી પાર્ટીના આદરણીય સચિવ પ્રદિપસિંહ વાળા, જામનગર જીલ્લા લોક સભા ઇન્ચાર્જ વનરાજસિંહ જાડેજા, જામનગર જીલ્લા લિગલ વિગં નાં ઇન્ચાર્જ ઍડવોકેટ ગોવિંદભાઈ કગથરા, જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ બથવાર કાનજીભાઈ, પ્રદેશ આમ આદમી પાર્ટીના મહિલા વિગં નાં મંત્રી દયાબેન મકવાણા, જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના ડૉક્ટર વિગં નાં ઇન્ચાર્જ જીજ્ઞેશભાઈ સોલંકી, કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટીના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ ખુશાલભાઈ વસોયા, કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટીના કિસાન વિગં નાં ઇન્ચાર્જ સહદેવસિંહ જાડેજા, કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી સંજયભાઈ વઘેરા, મોહનભાઇ ભંડેરી, રાજેશભાઈ સાવલિયા, રવિભાઈ ઘાડીયા, રવિભાઈ ફળદુ, રમણીકભાઇ રાઠોડ, દીપભાઈ વાદી, સમીરભાઈ મલેક સંજયભાઈ બોખાની, વિનોદભાઈ ગોસ્વામી, એડવોકેટ જે. બી. લશ્કરી, જયેશભાઇ સોલંકી, જાડેજા ગિરિરાજસિહં, ભાવેશભાઈ તાળા, એડવોકેટ રમેશભાઈ વણપરીયા, પ્રદિપસિંહ જાડેજા, જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના માઈનોરીટી વિગં નાં ઇન્ચાર્જ હારુનભાઈ મલેક, જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી સાવનભાઈ દુધાગરા, નિતીનભાઇ મુગંરા, રાજેશભાઈ સાવલીયા, કાનજીભાઈ પાંડાવદરા, ધ્રોલ તાલુકા આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી મયુર સિંહ જાડેજા, ગોપાલભાઈ ચૌહાણ, પ્રવિણભાઇ વઘેરા, રવજીભાઈ મુછડીયા, આમ આદમી પાર્ટીના અગ્રણી ડૉ.સુનિલભાઈ જાદવ તેમજ મેઈન તાલુકા પંચાયત સદસ્ય વસંતબેન ચોવટીયા, દયાબેન મકવાણા બજાર માં રેલી યોજી ગેરંટી પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી અને ખુબ જ બહોળી સંખ્યામાં જામનગર જીલ્લા તથા કાલાવડ -૭૬ વિધાનસભા વિસ્તાર ના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલી મુખ્ય બજારમાં ફરીને દરેક સ્થળે ગેરંટી પત્રિકાઓ વિતરણ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ને કુંભનાથ પરા વિસ્તારમાં ગરબી ચોક જાહેર બજાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું અને દિલ્હી તથા પંજાબ સરકાર દ્વારા પ્રજાજનો ને વિજળી તથા શિક્ષણ તથા આરોગ્ય અને રોજગારી તથા રાષ્ટ્ર નિર્માણ નાં ઉમદા હેતુથી દિલ્હી નાં આદરણીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા આદરણીય કેબીનેટ મંત્રી હરભજનસિંઘ તેઓની આગવી શૈલીમાં વિવિધ યોજનાઓ ની રજૂઆત કરી હતી અને આવનારા સમયમાં પરિવર્તન ની લહેર ઉઠે તેવી શુભેચ્છા પાઠવી હતી અને આવનાર ચુંટણી માં ભવ્ય જીત હાંસલ કરી ને ગુજરાત રાજ્ય માં સોનેરી તક લાવવા માટે નું આહવાન કર્યું હતું.

       આ કાયૅક્રમ સફળ બનાવવા માટે કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી દેવરાજભાઈ વૈષ્ણવ તથા કાલાવડ -૭૬ વિધાનસભા નાં દરેક હોદેદારો અને કાર્યકરો એ ખભે ખભો મિલાવીને મદદરૂપ થયા હતા.

Related posts

Leave a Comment