તા.૩૧/૧૦/૨૦૨૨ ના રોજ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિતે “રન ફોર યુનિટી”નું આયોજન

 હિન્દ ન્યુઝ, રાજકોટ 

આઝાદ ભારતને એકતા માટે અદમ્ય સાહસ સાથે રજવાડાઓને ભારતમાં જોડવાનું મહાન કાર્ય કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી અંતર્ગત તા.૩૧/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે પોલીસ હેડ ક્વાટર્સ, પરેડ ગ્રાઉન્ડ રેસકોર્સ રીંગ રોડ ખાતે “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડવા માટે મેયર ડૉ. પ્રદિપ ડવસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલમ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

આ કાર્યક્રમનું ફ્લેગ ઓફ સવારે ૦૭:૦૦ વાગ્યે પોલીસ હેડ ક્વાટર્સ, પરેડ ગ્રાઉન્ડ રેસકોર્સ રીંગ રોડ ખાતેથી કરવામાં આવશે. જેમાં વિવિધ એન.જી.ઓ પણ જોડાશે. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપનાર છે. શહેરીજનો, રમતગમત સાથે સંકળાયેલ સંસ્થાઓ, રમતવીરો તથા શાળા કોલેજના વિધાર્થીઓ વિગેરે ભાગ લેનાર છે.

Related posts

Leave a Comment