આંતરરાષ્ટ્રીય માનવ અધિકારનું ૨૦ મું અધિવેશન યોજાયો

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ

           સામાજિક સેવાઓ બદલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં થી યુસુફભાઈ પટેલ પાકિઝા ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. રાણપુર જિલ્લાનાં બોટાદ મુકામે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય માનવ અધિકારનું 20મું અધિવેશન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. શહેનાઝ બેન બાબી તથા ગુજરાત ના મહામંત્રી નરેન્દ્ર દવે ની આગેવાની માં 26 મી ડિસેમ્બરે સંપન્ન થયું હતું. મનુભાઈ શેઠ હાઈસ્કૂલ ના ઓડિટરિયમ માં આ કાર્યક્રમ બાદ ભોજન સમારંભ યોજાયો હતો. આ અધિવેશન માં માનવ અધિકારો ની સમાજ પ્રત્યે કરેલ કામો ની ખૂબ સારી યાદી આપવામાં આવી હતી અને ખૂબ આકર્ષક વાતાવરણ માં ગુજરાતના અનેક જિલ્લાના ઉત્સાહિત, સર્વે સમાજોનુ હિત ઇચ્છનારા આગેવાનો, પટેલો, સામાજિક કાર્યકરો ને નરેન્દ્ર ભાઈ અને ડો. શહેનાઝ બેન બાબી દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અધિવેશન ની ખાસ વાત એ હતી કે ગુજરાતના 5 વિવિધ જિલ્લાઓ માં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે થયેલ ખૂબ સારી કામગીરી સબબ ડેડિકેટેડ પર્સન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં

જેમાં ગીર ઓમનાથ અને જુનાગઢ જિલ્લામાં થી પ્રભાસ પાટણ- સોમનાથનાં યુસુફ ભાઈ પટેલ (પાકિઝા) ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અધિવેશન માં ગુજરાત રાજ્ય નાં મુખ્ય 5 સમાજસેવીને પસંદ કરવામાં આવ્યા હતાં . જેમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં થી ડેડિકેટેડ પર્સન એવોર્ડ યુસુફ ભાઈ પટેલ (પાકિઝા) ને એનાયત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment